આંખોમાંથી અશ્રુ રૂપે સરે છે ગઝલ
ઝાલુ છું જયારે કલમ ત્યારે ઝરે છે ગઝલ
હૈયેને હોઠે હરદમ હામ દીયો છો આપ
તારી મુગ્ધતા પર તો મરે છે ગઝલ
ચાહક છું તારી ચળકતી ચક્ષુનો પ્રિયે
હવે તો શબ્દો મારા હદ કરે છે ગઝલ
ખુલ્લા આકાશને જોઈને એવું મન થાય છે કે
જાણે ગગનગોખ થી અવતારે છે ગઝલ
મોરલો માધા છું હું તો મારી રાધા નો
મારો પ્રેમ પ્રત્યક્ષ તરવરે છે ગઝલ
યુવા કવિ ને ચિંતાએ મેલી છે હવે આઘી
સતત વિચારે વિચારે વિસ્તારે છે ગઝલ
-મિરલ ભાવેશભાઈ પટેલ