નમસ્કાર મિત્રો,
અત્યાર સુધી આપણે ગુરુ ગ્રહના એકથી સાતમા સ્થાનમાંના શુભાશુભ પ્રભાવ વિષે જાણકારી મેળવી. હવે આપણે જોઈએ કે આઠમા સ્થાનમાં રહેલા ગુરુ મહારાજના આપણા જીવન પર કેવા પ્રભાવો હોય છે.
આઠમા સ્થાનમાં રહેલા ગુરુની માહિતી
बडो का दो साथ, जब रात करता
धन सोना माया, आयु सब बढता
उडे खोपडी फिर भी जिंदा, साथ फकीरी ना देगा
आठ बाबा ना बेशक बैठा, साथ फकीरी न देगा
बैठे शुक्कर घर २-६ साथी, संतान रहित वह न होगा
दान सोने की लंका अपनी, शिवजी रावण को कर देगा
बुध मंगल बद पापी मंदा, कबर विराने कर देगा
शनि मंगल ७-४ जो बैठा, राख खजाने भर देगा
जिस्म पर सोना कायम रखे, दुखिया कभी न वह होगा
बुध राहु ऋण पितृ टेवे, आयु शक्की तब पालेगा
મિત્રો, આપણા જીવનમાં આઠમા સ્થાનના ગુરુનું ખૂબ મહત્વ છે. આઠમું સ્થાન શનિ અને મંગળની માલિકી હેઠળ આવતું હોવાથી આ સ્થાનના ગુરુની સાથે શનિ અને મંગળનું મહત્વ પણ અસરકારક રીતે સમજવું જોઈએ. લગભગ આઠમા સ્થાનનો ગુરુ શુભ જ માનવામાં આવે છે પણ જો આ ગુરુને સાચવવામાં ના આવે તો જીવનમાં એવી અસ્થિરતા આવે છે કે તેને થાળે પાડવામાં ખૂબ સમય લાગી જાય છે.
હવે આપણે આઠમા સ્થાનના ગુરુની શુભતા અને અશુભતા વિશે જાણીશું.
આઠમા સ્થાનના ગુરુનો શુભ પ્રભાવ
જે જાતકોની કુંડળીમાં આઠમા સ્થાનમાં ગુરુ હોય છે તેઓને આપત્તિ સમયે કુદરતી રીતે મદદ મળી જતી હોય છે. આવો જાતક પોતાના ઘરનો મુખ્ય વ્યક્તિ અને તમામ વિધ્નોથી બચનાર અને પોતાના પરિવારને બચાવનારો હોય છે. આવા જાતક પોતે ધનવાન હોય કે ના હોય પણ સંસારના સમસ્ત સુખો તેમની પાસે હોય છે. આવા જાતકોએ પોતાના શરીર પર સોનુ ધારણ કરવું જોઈએ. જ્યાં સુધી જાતકના શરીર પર સોનુ હોય ત્યાં સુધી તે દુઃખી થતો નથી, તેનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે અને તે સંસારમાં ખ્યાતિ પામે છે. આવા જાતકના પિતાનું આયુષ્ય પણ લાંબુ જોવામાં આવ્યું છે. આવા જાતકોને આઠમા સ્થાનના બૃહસ્પતિ તરફથી એક કુદરતી ભેટ મળી હોય છે. આવા જાતકોને ભવિષ્યમાં બનનારી ઘટનાઓ વિષે આગોતરી જાણ થઇ જતી હોય છે. આવો જાતક ઘણા ગૂઢ આધ્યાત્મિક રહસ્યો જાણનાર હોય છે. આવા જાતકની હાજરીમાં કોઈ પણ મૃત્યુ થતું નથી. જો આથમા સ્થાનના ગુરુ પર અશુભ ગ્રહોનો દ્રષ્ટિપાત થતો હોય તો જાતકના પિતા તેના જન્મ પહેલા જ તેને છોડીને જાય અથવા આ ઘટના તેના ઉંમરના ૮ વર્ષ સુધીમાં ઘટી શકે છે પણ જો આ ઘટના ઘટતી નથી તો જાતકના પિતા ચોક્કસપણે લગભગ ૮૦ વર્ષ સુધીનું આયુષ્ય ભોગવીને જ જાય છે. જો આ જાતકની કુંડળીમાં બીજું અને ચોથું સ્થાન ઉત્તમ હોય તો આ જાતક ભલે બરબાદ થઇ ગયો હોય પણ તેમ છતાં જ્યાં પગ મૂકે ત્યાં તેની ચડતી થાય છે. જો કુંડળીમાં ચંદ્રની સ્થિતિ અને ૨-૫-૯-૧૨મુ સ્થાન શુભ અવસ્થામાં હોય તો જાતકને ત્યાં ધનના ભંડાર ભરેલા રહે છે અને તે ઉત્તમ આયુષ્ય મેળવે છે. જો આ કુંડળીમાં સહુજરા ૨-૬-૮મા સ્થાનમાં હોય તો જાતક કદી નિઃસંતાન નહિ હોય. જો કુંડળીમાં બુધ નવમા સ્થાને નથી તો જાતક અને તેના પિતા – બંનેનું સ્વાસ્થ્ય સારું અને સુઘડ હોય.જો મંગલ શુભ હોય અથવા બીજા સ્થાન સાથે દ્રષ્ટિ મુજબ સારી રીતે જોડાયેલ હોય તો જાતક સારો દાની અને દીનદુઃખીને મદદ કરનારો હોય છે.
આઠમા સ્થાનના ગુરુનો અશુભ પ્રભાવ
જો આ કુંડળીમાં શનિ કે મંગલ ચોથા કે સાતમે સ્થાને બેઠા હોય અને જો જાતકના કર્મો ખોટા છે તો જાતક સંપૂર્ણ રીતે બરબાદ થઈને ખરાબ મૃત્યુ પામી શકે છે.
જો મંગલ નીચ અથવા મંગલ બાદ છે તો જાતકની આવક સારી હોવા છતાં તેના માથે દેવું રહે છે. જો કુંડળીમાં બુધ નીચનો હોય તો આ જાતક ઓછા જીવનો, ગરીબ, બીમાર અને બેઠા બેઠા વગર કારણે મુસીબતો ઉભી કરનારો હોય છે. જો કુંડળીમાં ૧૨મુ સ્થાન ખાલી હશે તો જાતકને લોહીની કંઈ અને બીજી શારીરિક તકલીફો આવી શકે છે.
જો શનિ આ કુંડળીમાં બીજા સ્થાનમાં હશે તો જાતક ઈરાદાનો કમજોર, બીજાના વિચારો પર ચાલનાર, નિરુત્સાહી અને નિરાશાવાદી હોય છે. ઉપાય તરીકે જાતકે કુંડળીમાં બુધ અને શુક્રની સ્થિતિ પ્રમાણે જે તે સ્થાન મુજબ બુધ/શુક્રની વસ્તુઓનું ધાર્મિક સ્થળે દાન કરવું જોઈએ.
આઠમા સ્થાનમાં રહેલ ગુરુ મહારાજના ઉપાયો
૧. સ્મશાનમાં પીપળાનું વૃક્ષ રોપવું જોઈએ.
૨. જો ૧૨મા સ્થાનમાં બુધ, શુક્ર, શનિ કે રાહુ હોય અને બીજું સ્થાન ખાલી હોય તો આવા જાતકે મંદિરે ના જવું જોઈએ.
૩. ગુરુવારથી શરુ કરીને સળંગ ૮ દિવસ ૮૦૦ ગ્રામ ચણાની દાળ મંદિરમાં દાન એવી જોઈએ.
૪. ગુરુવારથી શરુ કરીને સળંગ ૮ દિવસ હળદરની ૮ ગાંઠ મંદિરમાં દાન કરવી જોઈએ.
૫. ઘરમાં મંદિરની સ્થાપના ના કરવી.
૬. નાકમાં ચાંદી પહેરીને બુધને શાંત કરવો અથવા સ્થાન મુજબ બુધના ઉપાયો કરવા. – બુધ નવમે હોય તો જાતકે પોતાના ખિસ્સામાં લોખંડની લાલ રંગથી રંગેલી નક્કર ગોળી રાખવી. બુધ બારમે હોય તો લોખંડની વિંટી કે જે વચ્ચેથી કપાયેલી હોય તેને મધ્યમા આંગળીમાં પહેરવી. બુધ અગિયારમે હોય તો સફેદ રેશમી દોરામાં તાંબાનો સિક્કો પહેરવો. સ્ત્રીઓએ ઓછામાં ઓછું ૧૦૦ દિવસ અને પુરુષોએ ઓછામાં ઓછું ૯૬ કલાક માટે નાકછેદન કરાવીને ચાંદી પહેરવું જોઈએ.
૭. શરીર પર સોનુ કાયમ પહેરવું.
આદિત શાહ – ૮૩૦૬૪૧૧૫૨૭