એક યાદ આવે છે તારી અને
આ આંખો ને બસ ભીનું થવુ ગમે છે…
તારા આવાજ મા જ અદ્ભુત ઓસડ છે
મન ના મોરલા ને તો બસ ટહેકવુ ગમે છે…
અસંખ્ય કારણો છે મારી પાસે તને મળવાના
પણ આમ જ બસ તને જોયા કરવુ ગમે છે…
કેમ કરીને મનાવુ મારી લાગણીને મારી માંગણીને
તારા સ્પર્શ થીજ આ શરીર ને સાચવવું ગમે છે…
યુવા કવિ ને સબંધ મા શુદ્ધ રહેવું ગમે છે
આપેલા દરેક વચનો ને બસ નિભાવવું ગમે છે…
– મિરલ ભાવેશભાઈ પટેલ “યુવા કવિ”