iGujju ની ટિમ સાથે આજે કોબા ગામના સરપંચની ટેલિફોન દ્વારા વાતચીત થઇ અને એક અદભુત કાર્ય તેઓએ આજે અમારી સાથે શેર કર્યું, અમે તેને પ્રકાશિત કરીને અન્ય જગ્યાઓના સરપંચ કે જવાબદાર વ્યક્તિઓને પણ આવું ઇનિશિએટિવ લેવામાટે આવકારીએ છીએ.
કોબા ગામ ખાતે ગામના તમામ વિધવાઓને આશરે 105 જેટલા લાભાર્થીઓને ઘરે ઘરે ફરી સોગંદનામું,આવકનો દાખલો, પેઢીનામું સોગંદનામું અને જરૂરી તમામ કાગળો એકઠા કરી તારીખ 13-7-2019 ના રોજ કોબા ગામે સરકારી કેમ્પ દ્વારા વિધવાઓને પેન્શન આપવાની આપવાની યોજનાનો અમલ અમલ કરવામાં આવશે. જે કોબા ગામે વિધવા બહેનોને એક આજીવિકા માટે ખુબજ સુંદર અને યુનિક કામગીરી કોબા ગામ ના સરપંચ શ્રી યોગેશ નાઈ તરફથી તથા ગામજનોના સાથ સહકારથી કરવામાં આવેલ છે.
તેઓએ વધુમાં જવાવ્યું હતું કે આ પેંશનની રકમ મહિલાઓને એક સ્વાવલંબન અને આધારરૂપ બનીશકે છે અને તેઓ પોતાનું ભરણ-પોષણ પણ કરી શકવા માટે શક્ષમ બનાવશે