રોહમ ઈલેક્ટ્રિક અને હાઈબ્રિડ વાહન ઉદ્યોગ ને ઓટો-ઈલેક્ટ્રિક ઉપકરણ પુરા પાડનારી દિગ્ગજ કંપની છે. દુનિયા ભરમાં પર્યાવરણને અનુકુળ પરિવહવ ને પ્રોત્સાહન આપવા માટે કંપની ઈલેકટ્રિક ગાડિયો પર સૌથી વધુ ભાર આપી રહી છે. રોહમે વેન્ચુરી ફોર્મુલા ઈ ટીમ ના આધિકારિક ટેક્નોલોજી પાર્ટનર તરીકે પોતાનો સહયોગ આપવાનું શરૂ કર્યો હતો જેથી દુનિયા ભરમાં મોટર સ્પોર્ટ્સ ના પસંદ કરનારાઓ ને આકર્ષિત કરી શકાય છે. સેટટોપ બોક્સ, સ્માર્ટફોન, ઘરેલુ ઈન્ફોટેઈન્મેન્ટ ક્ષેત્રમાં પાવર ઉપકરણો દ્વારા રોહમ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ ક્ષેત્રની અગ્રણી કંપની બની ગઈ છે. ભારતમાં આરઓએચએમ ઓટોમેટિવ અને ઈન્ડસ્ટ્રિયલ ઉપકરણો પર ફોકસ કરે છે.
રોહમ સેમીકન્ડકટર ઈન્ડિયા ના મેનેજીંગ ડિરેક્ટર, શ્રી નાકામુરા જણાવે છે કે 2006 માં એક પ્રતિનિધિ ઓફિસ દ્વારા આરએએચએમે ભારતમાં પ્રવેશ કર્યો હતો. 2011માં કંપની ને પોતાની પુર્ણ સ્વામિત્વ વાળી અનુષંગી યાની સબ્સિડિયરી બનાવી. 2004 માં ભારતીય ગ્રાહકો ને ટેક્નીકલ સહયોગ આપવા માટે આર એન્ડ ડિ કેન્દ્ર બનાવવામાં આવ્યું. વૈશ્વિક બજારોમાં વર્ષોના અનુભવ અને મજબુત સ્થાનિક વેચાણ ની તાકાત પર રોહમ ભારત ના ઈલેક્ટ્રિક વાહન ક્રાંતિ માં મુખ્ય ભૂમિકા ભજવવા તૈયાર છે.
ભારત માં કંપની ના ડિઝાઈન સેન્ટર ના હેડ, શ્રી બ્રિટો એડવર્ડે કહ્યું એડવાન્સ ડ્રાઈવર આસિસ્ટન્સ સિસ્ટમ માનવીત ભુલો ના લીધે દુર્ઘટનાઓ માં ઘટાડો લાવવાની દિશામાં કામ કરી રહી છે. ઓટોમેટિક પાર્કિંગ, બાઘા ઓળખ, ચાલતા યાત્રિયો ના બચાવ જેવા એડીએસએસ સિસ્ટમ ના કેટલાક પાસાઓ નો ઉપયોગ થી ભારતીય ઓટોમોટિવ ગ્રાહકો ને ફાયદો થશે. આરઓએચએમ ખુબ જ કુશળ સેમીકંડક્ટર ઉપકરણો પુરા પાડવા માટે ઘણી કંપનિયો સાથે કામ કરી રહી છે.
રોહમે આજે ભારતીય બજારમાં નૈનો પ્લસ કંટ્રોલ ટેક્નિક પર આધારિત નવા આઈસી બેસ્ટ પાવર સપ્લાય સ્વિચિંગ રેગ્યુલેટર રજૂ કરવાની જાહેરાત કરી છે. 2 મેગાહટ્ર્ઝ ના આ સ્વિચિંગ રેગ્યુલેટર માં પહેલે થી જ મોસફેટ લાગેલું છે જે ઈન્ડસ્ટ્રી માં સૌથી વધુ સ્ટેપ-ડાઉન રેશ્યો આપે છે. આ હલકું હાઈબ્રિડ ગાડિયો ના 48મી ઓટોમોટિવ સિસ્ટમ્સ માટે ખુબ જ જરૂરી છે.
રોહમ ના નવા સ્વિચિંગ રેગ્યુલેટર માં કંપની ની પોતાની વિકસિત કરેલ ટેક્નિક નો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ન્યુનતમ ઓન ટાઈમ ને ઘટાડી 9 એનએસ સુધી લાવી દે છે જે હાજર ટેક્નિક થી દસ ગણી ઓછી છે. આનાથી 2 સ્ટેપ ડાઉન ઓપરેશન ને 2 મેગાહટ્ર્ઝ ની સતત ફ્રિકવન્સી પર 60 વોલ્ટ ના ઈનપુટ વોલ્ટેજ ને ઘટાડી આશરે 2.5 વોલ્ટેજ સુધી લાવવામાં મદદ મળશે. આ નવી ઓટોમોટિવ, ઔદ્યોગિક અને સૌર ઉર્જા ક્ષેત્ર માટે ખુબ જ ઉપયોગી છે. આ સાથે જ કરંટ-મોડ કંટ્રોલ આસાન ફેઝ કંમ્પેશન આપે છે અને તે બહારના પાર્ટ્સ પર ખુબજ ઓછો ઉપયોગ કરે છે. સાથે જ ઈન્ટીગ્રેટેડ હાઈ-વોલ્ટેજ મોસફેટ ઈનપુટ વોલ્ટેજ ની રેન્જ ને 65 વોલ્ટ સુધી વધારે છે.
અત્યાર ના વર્ષો માં 12 વોલ્ટ ના પારંપરિક પાવર સપ્લાય વાળા હલ્કા હાઈબ્રિડ વાહનો ની સરખામણી એ 48 વોલ્ટ વાળા સિસ્ટમ સારી ઉર્જા બચત કરે છે.
ઓટોમોટિવ ઉદ્યોગ અત્યારના દિવસોમાં ખુબ જ ઉત્સર્જન નિયમો અને પર્યાવરણ પ્રત્યે વધતી જાગૃતતા માંથી પસાર થઈ રહ્યું છે. અત્યારે એન્જીન એક-એક ટીપાની બચત પર ભાર આપે છે.
ઓટો મોટિવ ઈન્ડસ્ટ્રી હંમેશા થી ઓટોમોટિવ સિસ્ટમ્સ માટે 2 મેગાહટ્ર્ઝ પર કામ કરનાર સ્વિચિંગ રેગ્યુલેટર ની માંગ કરી રહી હતી. સાથે અત્યાર સુધી ઈન્ડસ્ટ્રી પાસે એવી આઈસી ક્ષમતા વાળા પાવર સપ્લાય ન હતા જે 48 વોલ્ટ થી સ્ટેપ ડાઉન કરીને 3.3 વોલ્ટ અથવા 5 વોલ્ટ પર લાવી શકે જે ઈસીયુ ની અંદર ઓછી ઉર્જા વપરાશ માટે જરૂરી હોય છે. જુના રેગ્યુલેટર હંમેશા 2 સ્ટેજ સ્ટેપ ડાઉન ટેક્નિક નો ઉપયોગ કરે છે, જ્યારે રોહમ ના નવા સ્વિચિંગ રેગ્યુલેટર તેને એક પડાવમાં લઈ જાય છે. જેથી ઉર્જા નો વપરાશ વધુ ઓછી થાય છે.