જેમ આપણે બધા જાણીએ જ છીએ કે આ વર્ષે કોરોનાને કારણે આપણાં નવાં વર્ષનાં પ્રથમ ઉત્સવની મજા ફિકી પડવાની છે. તો ચાલો કંઈક નવું સ્વરૂપ વિચારીએ.
આ વર્ષે તો પતંગની સાથે આકાશમાં ડ્રોનકેમેરા પણ ઉડવાના છે, તો પુરી સંભાવના છે કે ડ્રોનમાં પતંગની દોરી ફસાઈ જાય, જો એવું થશે તો શું થશે?
એવી પણ શકયતા છે કે આવતા વર્ષે આધુનિક પતંગ નીકળે, જેમ કે, રિમોટવાળી પતંગ: આવતાવર્ષ સુધીમાં આવી શકે રિમોટવાળી પતંગ જેને ઉડાવવા માટે રિમોટની જરૂર પડે. રિમોટવડે જ તેને ખૂબજ ઉંચાઈ આપી શકાય. હવે વિચાર આવશે આમાં લાઈટ હોયતો કેવી મજા આવે એટલે ડિઝાઈનર લાઈટ પણ આવતાં વાર નહીં લાગે, હવે આમાં મ્યુઝિક હોય તો મજાજ પડી જાય અને કોઈની પતંગ કાપતા જ જોરથી “કાઇપો છે” સંભળાશે. અને ઉંચી ઉડતા જ ગીત વાગશે “ઊડી ઊડી જાય દિલ કી પતંગ દેખો ઊડી ઊડી જાય” આવું પણ થઈ શકે નજીકના ભવિષ્યમાં, હવે વિચાર આવશે કે આમાં ફક્ત GPS ની ખામી છે, સાથે કેમેરો તો જોય જ તો 13 મેગા પિકસલનો કેમેરો પણ ફિટ કરી દેવાયો.
હવે થઈ ગઈ તૈયાર આપણી આધુનિક પતંગ. હવે આને ઉડાવવા માટે અગાસીમાં જવાની જરૂર નથી, ઘરમાં રિમોટવડે જ ઉડાવી શકાય, થોડા સમય પછી આમાં થોડા સુધારા કરાશે જેથી તમે તમારી પતંગને તમારા સ્માર્ટ ટીવી પર જોઈ શકશો.
મને લાગે છે બધાં આવી પતંગ ઉડાવવાની કલ્પના કરી લીધી હશે. પણ આ ફક્ત કલ્પના જ રહે તો સારું કારણ દરેક આધુનિકતા આપણને આપણી સઁસ્કૃતિથી દૂર લઈ જાય છે. અને ભારતના તહેવારો જ ભારતવાસીઓમાં નવી ઉર્જા ભરે છે, અને ગરીબ લોકોનું ગુજરાન ચલાવે છે.