આ દુનિયામાં સૌથી વધુ લાંબી ચાલતી ઉજવણી કઈ છે? Any guesses? I think it’s the celebration of APRIL FOOL DAY and the time period is the whole year !
કારણ કે, Making Fool એટલે કે કોઈને ખોટી વાત પર વિશ્વાસ કરાવવો, કોઈને છેતરવું, કોઈને મૂર્ખ બનાવવા અને આ બધું આપણે જાણતા કે અજાણતા, ઈચ્છાથી કે અનિચ્છાથી, મરજી થી કે મજબૂરીથી આખા વર્ષ દરમિયાન કરતા જ હોઈએ છીએ. જાણે કે આ ઉજવણી આપણા જીવનનું એક અભિન્ન અંગ બની ગયું છે. દરરોજ ન જાણે કેટલી વ્યકિતઓ બીજાને Fool બનાવતી હશે ! અને સામેની અમુક વ્યકિતઓ Fool બની પણ જતી હશે. આપણે બધા કયારેક ને કયારેક તો Fool બન્યા જ હોઈશું.
એમાં પણ અમુક બાબતો તો જગજાહેર જ હોય છે, એટલે કે આપણે જાણતા જ હોઈએ છીએ કે આપણે Fool બનીએ છીએ જેમ કે નેતાઓના ચૂંટણી પહેલાના વાયદાઓ,
દૂધવાળાનું એમ કહેવું કે તે દૂધ મમાં પાણી મિક્સ કરતો જ નથી, વગેરે જેવી બાબતો થી આપણે ટેવાઈ ગયા હોઈએ છીએ.
આપણું પણ કેવું છે, નહીં?આપણે 1st April ના દિવસે કેટલી તકેદારી રાખીએ છીએ કે કોઈ આપણને April Fool ના બનાવી જાય ; પણ હકીકત માં તકેદારી રાખવાની જરૂર તો આ દિવસને બાદ કરતાં બાકીના આખા વર્ષ દરમિયાન રાખવાની જરૂર છે, કારણકે April Fool ના દિવસે સામેવાળાનો Fool બનાવવાનો ઈરાદો આનંદ લેવાનો હોય છે, મસ્તી – મજાક નો હોય છે, જયારે બાકીના દિવસોમાં ઈરાદો કોઈને છેતરવાનો હોય છે.
એનો મતલબ એવો નથી કે બધાએ હંમેશા સાચું જ બોલવું જોઇએ. એ તો શક્ય જ નથી કેમ કે જો બધા બધું સાચું જ બોલવા માંડે તો દુનિયા ચાલી જ ના શકે. આમ પણ દુનિયામાં બધી જ વસ્તુઓ માત્ર Black કે White ના હોઈ શકે Somethings can also be Grey. એવી જ રીતે કોઈ પણ બાબત માત્ર સાચી કે ખોટી ના હોઈ શકે, તે અર્ધસત્ય પણ હોઈ શકે, પણ અમુકનો તો સ્વભાવ જ બધાને છેતરવાનો હોય છે.
એક બાબત ખાસ યાદ રાખવા જેવી છે કે, જયારે પણ આપણે કોઈને છેતરતા હોઈએ અથવા તો કંઈ ખોટું કરતા હોઈએ ત્યારે આપણને એમ થાય કે કોઈ જોતું નથી, ત્યારે આપણે આપણી જાતને પણ fool જ બનાવતા હોઈએ છીએ કેમ કે, ઈશ્વર તો બધું જોતા જ હોય છે.
ઉપરાંત જ્યારે પણ આપણે આપણી જિંદગીની હકીકતને સ્વીકાર નથી કરતા ત્યારે પણ આપણે આપણી જાતને Fool જ બનાવતા હોઈએ છીએ કારણ કે Reality still remains reality, it doesn’t matter that we accept it or not.
અહીં મજાની વાત તો એ છે કે બીજા બધા તહેવારોની જેમ April Fool Day ની ઉજવણીની તૈયારી પણ પહેલાથી જ શરૂ થઈ જતી હોય છે, 1st April એ રજૂ કરવાના હિસાબોને સુવ્યવસ્થિત કરવાની શરૂઆત March મહિનો બેસતા જ થઈ જતી હોય છે.
બાળપણમાં April Fool Day ઉજવવાનો આનંદ જ કેટલો અનેરો હોતો, નહીં? કેમ કે કદાચ ત્યારે તે એક જ દિવસ ઉજવણીનો હોતો, પણ હવે મોટા થઈને એટલો બધો આનંદ નથી થતો આ દિવસને ઉજવવાનો કેમ કે મોટા થતા આ દિવસને આપણે જાણતા – અજાણતા લગભગ રોજ ઉજવતા જ હોઈએ છીએ.
So, let’s celebrate the April Fool Day with the innocence that we have in our childhood. And be happy and make others happy too. Happy April Fool Day.
જાગૃતિ તન્ના “જાનકી”