કંઈક તો જાદુ છે તારી યાદમાં,
એટલે ભીંજાવું ગમે વરસાદમાં..
ક્યારેક શિકાયતો નથી હોતી,
છતાં પણ હોય મજા ફરિયાદમાં..
કરું છું તારું જિકર દરેક વાતમાં,
તોયે તું ક્યાં છે સફરનાં સાથમાં..
ક્યાં કોરી છે હવે આંખો મારી,
તું બની આંસુ વહે છે આંખમાં..
બની બેફિર ઉડે પંખી આકાશમાં,
જવું પડે દુર એને કોઈની તલાશમાં,
નીચે પડવાનું ડર હશે એટલે કદાચ,
રાખે છે વિશ્વાસ પોતાના પાંખમાં…
ના હશે કોઈ અહીં તમારી સાથમાં,
અંતે એકલા મળી જવાનું છે રાખમાં..
પણ મળશો જરૂર તમે અમને ક્યારેક,
હું જીંદગી જીવું છું બસ એ આશમાં…
✍️ કાનજી ગઢવી