ક્યાંક કેવિ રીતે બન્યું ની ચર્ચા તો ક્યાંક બહુ સારા હતા ખરાબ હતા ની વાતો.કોઈ દિલ થી દુઃખી થઇ રડતું હોય,તો કોઈક દેખાવો કરવા રડતું હોય.શ્વાસ ની બોલબાલા છે,બાકી જતાની સાથે ક્યારે કાઢવાના,ક્યારે દફનાવાના એજ કિંમત આ છેલ્લા દિવસ ની.જમાનો દેખાવી બન્યો હવે ક્યાં રહ્યા સંબંધો દિલ ના? જ્યાં પોતાનાપણું લાગે.અર્થી ઉપડી નથી એક માણસ ઓંછુંનો હાશકારો માને સૌ.નિતનવા ભોજન કરી જમાડે ગામ,પંદર દિવસમાં જ મુકાય માણસ દૂર.ના રહે યાદ ના કરે યાદ.
બસ ફોટા મૂકી જોયા કરે આ બા, આ બાપુજી કે આ હતું ઘરમાં માણસ.નથી મરી ગયા નો કોઈ શોક નથી કોઈ દુઃખભરી લાગણી.બસ મરી ગયાના દિવસો ,મહિના, વર્ષો પુરા થશે બસ એક ફોટામાં કેદ દીવાલની યાદ રહેશે…આજ જિંદગીનો છેલ્લો દિવસ ઘડીક માટે યાદ કરશે બાકી કોઈ કોઈનું નથી.જીવો પોતાના માટે,નઈ કે બીજા માટે.માણો જિંદગી ,જીવો જિંદગી ,જીવી જાણો, બાકી દીવાલ પર જ ટીંગાવાનું છે..
~ વૃંદા શાહ