કોરોના વાયરસે (Corona virus) છેલ્લા વર્ષે જ્યારે લોકોને ઘરમાં પૂરાઈ જવા માટે મજબૂર કર્યા હતા. ત્યારે કેટલાક પ્રવાસી મજૂરો માટે સોનૂ સૂદ (Sonu Sood) મસીહા બનીને આવ્યો હતો. કેટલાક લોકોએ તેમને રિયલ હિરો કહ્યું તો કેટલાક લોકો તેમને ભગવાન માનવા લાગ્યા હતા. પ્રવાસી મજૂરો, કારીગરો અને બહાર અભ્યાસ કરી રહેલા બાળકોને તેણે લોકડાઉન (Lockdown) વચ્ચે દેશમાં સુરક્ષિત રીતે તેમના ઘર સુધી પહોંચાડવાનું કામ કર્યું હતું. આ સરાહનિય કામ માટે તેમને કેટલાક એવોર્ડ (Awerds)થી સન્માનિત કરવામાં આવ્યા છે. હવે સોનૂ સૂદ(Sonu Sood) ને ફરી એક વખત આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર એવોર્ડ મળ્યો છે. જેની માહિતી અભિનેતાએ ટ્વિટે કરીને આપી છે. ફિલ્મી હીરોથી રિયલ હીરો બનેલા સોનૂ સૂદને ફોર્બ્સ તરફથી લીડરશિપ એવોર્ડ 2021 આપવામાં આવ્યો છે. સોનૂ સૂદને કોવિડ-19 હીરો બતાવવામાં આવ્યો છે. સોનૂ સૂદે આ એવોર્ડનો ફોટો ટ્વિટ કરીને બે હાથ જોડીને આભાર વ્યક્ત કર્યો છે.
સોનૂ સૂદના આ ટ્વિટ જોયા પછી તેમના ચાહકો કોમેન્ટ કરીને અભિનંદન પાઠવી રહ્યા છે. લોકડાઉન પછી પણ સોનૂ સૂદ સતત જરૂરિયાતમંદ લોકોની મદદ કરી રહ્યો છે. દરરોજ અનેક લોકોને મદદ કરીને લોકોના દીલમાં એક અલગ સ્થાન મેળવ્યું છે. સોનૂ સૂદ પાસે દરરોજ ઘણા લોકો મદદ માંગે છે. અને અભિનેતા એ તમામ લોકોની મદદ પણ કરે છે. આજે પણ તે લોકોની બિમારી અને બાળકોના અભ્યાસ માટે માંગવામાં આવતી મદદ માટે તે દીલ ખોલીને મદદ કરવા માટે આગળ આવે છે.
તમને જણાવી દઈએ કે સોનૂ સૂદના કામને બિરદાવવા માટે એરલાઈન્સ સ્પાઈસજેટે સ્પેશિયલ રીતે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. કંપનીએ સોનૂ સૂદના આ કામને લઈનેત મને અનોખી રીતે સમ્માનિત કર્યો છે. એરલાઈન્સ સ્પાઈસ જેટે સોનૂ સૂદને સેલ્યૂટ કરતા કંપનીના સ્પાઈજેટ બોઈંગ 737 પર તેમનો એક મોટો ફોટો લગાવ્યો છે. આ ફોટો સાથે સોનૂ સૂદ માટે અંગ્રેજીમાં એક ખાસ લાઈન પણ લખવામાં આવી છે. જેમાં લખ્યું છે, A Salute Saviour Sonu Sood’ એટલે કે મસીહા સોનૂ સૂદને સલામ.
VR Sunil Gohil