ગર્જ સિંહણ ગર્જ, ચુપ રહેવું તને શીદને સુઝે??
ભણેલી ગણેલી આત્મ નિર્ભરી તું, ખોટા વિશ્વાસ ને શીદને પુજે??
પરણી ને લાવ્યો તારો પતિ તને, તો બીજે ત્રીજે એ શીદને ભટકે??
અર્ધાગીં છે તુ એની, તો રખેલ તને એ શીદને સમજે??
બહુ કર્યું છે તે પરીવાર માટે, તો સ્વાભિમાન માટે તું શીદને ધૃજે??
શું હતી તું પહેલા, ને આજ ખુદને મળવા પણ તું તડપે ??
કર એકઠી તાકાત કાંડા માં, કોઈ ની બાથ તું શીદને ઝંખે??
છે આજની અડિગ નારી તું,તો કુખ્યાત રીતિરિવાજો ને શીદને વળગે??
કરીશ સહન એટલું કરાવશે આ દુનિયા, પાછા પુછશે તુ શીદને રૂએ??
રડીશ એટલું રડાવશે આ દુનિયા, વળી કહેશે ઘર ની બહાર તને કોણ પુછે??
દગો ખાવા શું જન્મી છે તું ? ખુદ માટે ના જીવી શકે??
ઢોલ ભલે વગાડે જગ, શું ઊંચો અવાજ તું પણ ના કરી શકે??
દહાડી તો જો એકવાર હીંમત થી એ નામર્દ સામે,
એ પણ જો તારા પગ ના પુજે તો મને કહેજે..
દુ:ખ દુર કરવા હવે કાન્હા ને સાદ શીદને કરે “એન્જલ” ??
સ્વાભિમાન બચાવવા તારું, તું જ રાણી લક્ષ્મીબાઈ બનજે…
આરતી રામાણી “એન્જલ”