ગામના નામમાં પણ કમાલ થતો હોય છે, જૂનાગઢ પાસે મેથી અને રાય નામક ગામ આવેલા છે
કચ્છ મા બળદિયા ગામ છે
કંડક્ટર બિન્દાસ બોલે
બળદિયા ઊતરો…
બધા બળદિયા ઉતરી જાય,
તુલસીશ્યામથી ધારી જતા રસ્તામાં આવે છે ‘દોઢી’ નેસડો.
લોકલ બસ ના કંડક્ટરો બિનધાસ્ત
જોરથી બોલે, ‘હાલો… દોઢીના હોય ઈ ઉતરી જાય..
અને ત્યાં ઉતરવા વાળા પણ પ્રેમથી હસતા હસતા બસમાંથી ઉતરી જાય…
તેવી રીતે ઉત્તર ગુજરાત માં લીંડી નામક ગામ પણ આવેલું છે જ્યા એક હલવાઈની દુકાન છે , ત્યાંથી જો કોઈ પેંડા લાવે અને કોઈ પૂછે કે વાહ ક્યાંના પેંડા છે ? તો કહેવું પડે કે લિંડીના પેંડા છે !!!