2017 માં ગુજરાતના મીડિયા માટે સૌપ્રથમ એવોર્ડ આપી અને તેમને પ્રોત્સાહિત કરવામાટે પગલું ભરાયું હતું અને મીડિયા વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા GMA – 1 નું આયોજન થયું હતું, તે પારંપરાને જાળવી રાખતા 2019 અંતર્ગત સન મીડિયા અને મીડિયા વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા ફરી એક વાર 19 સપ્ટેમ્બરના રોજ પંડિત દીનદયાલ હોલ, સિંધુભવન રોડ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરાયું છે.
આ એવોડ્ર્સ માં 17 + વિવિધ કેટેગરીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેની અંદર ઓનલાઇન ફોર્મ ભરી અને ભાગ લઇ શકાશે, તથા દરેક એપ્લિકન્ટ તેમનો પરિચય અને પાછળ બે વર્ષમાં તેમના દ્વારા રચિત પાંચ સર્વશ્રેષ્ઠ કૃતિઓ ઇમેલમાં મોકલવાની રહેશે
આ એવોર્ડના સ્પોન્સર અને સપોર્ટર તરીકે અનેક કોર્પોરેટ અને કંપનીઓ જોડાઈ છે જેમાં મુખ્યત્વે હેત આઉટડોર એડ સોલ્યુશન, સરદારધામ , વિઝન રાવલ ગ્રોથ કન્સલ્ટિંગ, ઇમેજ બોક્સ ફિલ્મ્સ, સોનલ પટેલ લીગલ કન્સલ્ટિંગ, કુશ બેંકર ડાન્સ ગ્રુપ, વાવ સીનેપલ્સ, સ્ત્રીત્વ ક્લબ, કેન ડિઝાઇનર્સ તથા એન.આઈ.એમ.સી.જે જર્નાલિઝમ કોલેજ વગેરે નો સમાવેશ થાય છે.
આ કાર્યક્રમનું આયોજન સન મીડિયાના અંકિત હિંગુ કરી રહ્યા છે જયારે તેઓની સાથે સહાયક, માર્ગ દર્શક અને સલાહકાર ટિમ તરીકેને જવાબદારી ફાલ્ગુન ઠક્કર, ઉન્મેષ દીક્ષિત, ગોપાલ ધારેચ્છા અને વિઝન રાવલ સંભાળશે, આપ વધારે માહિતી માટે વેબસાઈટ www.gujaratmediaawards.com વિઝીટ કરી શકો છો અને જો આપ તેની કોઈપણ કેટેગરી માટે અરજી કરવા માંગતા હોવ તો આ લિંક ઉપર ક્લિક કરી અને અરજી કરી શકો છો જે તદ્દન નિઃશુલ્ક છે . Link : https://gujaratmediaawards.com/apply/