ઘણું રખડ્યો હું મુસાફીરની માફક ,
છતાં લટકી ગયો તસ્વીરની માફક .
નજરનાં વારથી આ કઈ રીતે બચવું ?
વછૂટે જેમ કોઈ તીરની માફક .
તેં મારી જિંદગીમાં સુખ પૂર્યા છે ,
ખરેખર દ્રોપદીનાં ચીરની માફક .
જુઓ થકવી નાંખી છે જિંદગીને મેં ,
પેલા યુધ્ધે ચડેલા વીરની માફક .
અડીખમ હુંય ઉભો છું દુ:ખો સામે ,
ભલા’કો ધીર ને ગંભીરની માફક .
ખૂણે મૂક્યું હવે તો પોટલું “ચાતક” ,
ઘણુંયે લઈ ફર્યો છું મીરની માફક .
ગફુલ રબારી “ચાતક” .