દુનિયાભરની શક્તિશાળી સેના (Army)ઓની નવી રેન્કિંગ (Ranking) જાહેર કરવામાં આવી છે. આ રેન્કિંગમાં ભારત (India), ચીન (China), અમેરિકા (America), રશિયા, ફ્રાન્સ અને યૂકે જેવા દેશોને લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યા છે. આ રેન્કિંગને જાહેર કરી છે ડિફેન્સની વેબસાઇટ મિલિટ્રી ડાયરેક્ટે. આ અનુસાર દુનિયાની સૌથી શક્તિશાળી મિલિટ્રી ફોર્સ ચીનની પાસે છે, જ્યારે ભારતને આ યાદીમાં ચોથું સ્થાન મળ્યું છે. મિલિટ્રી ડાયરેક્ટની રેન્કિંગ પ્રમાણે અમેરિકાનું રક્ષા બજેટ આટલું વધારે હોવા છતા પણ બીજા સ્થાન પર છે. તેને 74 અંક મળ્યા છે.
ત્યારબાદ રશિયાને 69 અંક મળ્યા છે. ચોથા સ્થાન પર ભારત છે. ભારતને 61 અંક મળ્યા છે, જ્યારે ફ્રાન્સ 58 અંક સાથે પાંચમાં નંબર પર છે. યૂકે ટોપ ટેનમાં 9માં સ્થાન પર છે, જેનો સ્કોર 43 છે. મિલિટ્રી ડાયરેક્ટની રેન્કિંગ ‘અલ્ટિમેટ મિલિટ્રી સ્ટ્રેન્થ ઇન્ડેક્સ’માં અલગ-અલગ સૈન્ય ક્ષમતાઓના આધાર પર કરવામાં આવી છે. આમાં બજેટ, અસક્રિય અને સક્રિય મિલિટ્રી જવાન, હવા, દરિયો અને જમીન પર રિસોર્સ, પરમાણુ શક્તિ, સરેરાશ વેતન અને હથિયારો-ઉપકરણોની સંખ્યાને સામેલ કરવામાં આવ્યા છે. ચીનને આ ઇન્ડેક્સમાં 100 માંથી 82 અંક મળ્યા છે.
અમેરિકાનું રક્ષા બજેટ દુનિયામાં સૌથી વધારે છે. એટલે કે ચીન પાસે દુનિયાની સૌથી શક્તિશાળી મિલિટ્રી ફોર્સ છે. આ સાઇટ પ્રમાણે જો માની લઇએ કે ક્યાંક યુદ્ધ થઈ રહ્યું છે તો ચીનની જળ, થળ અને વાયુસેના સૌથી શક્તિશાળી છે. જો કે આનો મતલબ એ નથી કે એ યુદ્ધ જીતી જ જશે, પરંતુ તેની તાકાત એટલી વધારે છે કે તે લાંબો સમય સુધી યુદ્ધ લડી શકે છે. અમેરિકાનું રક્ષા બજેટ દુનિયામાં સૌથી વધારે છે. અમેરિકા દર વર્ષે 732 બિલિયન ડૉલર્સ પ્રતિ વર્ષે પોતાની સૈન્ય ક્ષમતાઓને વિકસિત કરવા માટે ખર્ચે છે. જ્યારે 261 બિલિયન ડૉલર્સ ખર્ચ કરીને ચીન બીજા સ્થાન પર છે. આ મામલે ભારત ત્રીજા સ્થાન પર છે. ભારતનું દર વર્ષનું સંરક્ષણ બજેટ 71 બિલિયન ડૉલર્સ છે.
જો આકાશમાં યુદ્ધ થાય તો અમેરિકા જીતી શકે છે, કેમકે અમેરિકાની પાસે 14,141 એરશિપ છે, જ્યારે રશિયા પાસે 4,682, ચીનની પાસે 3,587 એરશિપ્સ છે. રશિયા જમીન યુદ્ધમાં સૌથી શક્તિશાળી છે, કેમકે તેની પાસે 54,866 સૈન્ય વાહન છે. અમેરિકાની પાસે 50,326 અને ચીનની પાસે 41,641 સૈન્ય વાહન છે. તો પાણીમાં ચીન સૌથી શક્તિશાળી છે. ચીનની પાસે 406 શિપ્સ છે, જ્યારે રશિયા પાસે 278 શિપ્સ અને ભારત તેમજ અમેરિકા પાસે 202 શિપ્સ છે. મિલિટ્રી ડાયરેક્ટની રેન્કિંગ ‘અલ્ટિમેટ મિલિટ્રી સ્ટ્રેન્થ ઇન્ડેક્સ’માં ભારત અનેક મામલે આ દેશોથી પાછળ છે.
VR Sunil Gohil