સાઇબર ક્રાઇમ એક નવી પ્રકાર નું ક્રાઇમ છે જે iGujju ના રિસર્ચ મુજબ આજકાલ વધી રહ્યું છે , તમે પણ તેનો શિકાર થતા બચી શકો છો જો આ બાબતોનું ધ્યાન રાખો તો ..
1) સસ્તા વ્યાજદરે લોન આપવાના બહાને ઓનલાઇન પૈસા પડાવી છેતરપીંડી કરતી ટોળકીથી સાવધાન રહો.
મળતા ભળતા નામ વાળી વેબસાઇટ ઉપર ખાત્રી કર્યા વગર ઓનલાઇન પૈસાનો વ્યવહાર કરવો નહી.
2) ઓનલાઇન નોકરી આપવાના બહાને છેતરપીંડી કરતી ટોળકીથી સાવધાન રહો.
3) કોન બનેગા કરોડપતીમાં લોટરી લાગેલી છે તે બહાને છેતરપીંડી કરતી ટોળકીથી સાવધાન રહો.
4) OLX/FACEBOOK ઉપર મુકેલી વસ્તુઓને ખરીદી કે વેચાણ કરવા ARMY/BSF/CRPF/CISF ની ખોટી ઓળખ આપી છેતરપીંડી કરતી ટોળકીથી સાવધાન રહો.
5) તમારા ઘરમાં કે ખુલ્લા પ્લોટમાં મોબાઇલ ટાવર નાખવાના બહાને છેતરપીંડી કરતી ટોળકીથી સાવધાન રહો.
6) મફતની લાલચમાં આવીને ઓનલાઇન લીંક ઓપન કરીને કોઇપણ પ્રકારની પર્સનલ માહીતી આપવી નહી.
7) રૂબરૂ મળ્યા વગર કે, સાચી ઓળખાણ વગર ઓનલાઇન પૈસાનો વ્યવહાર કરવો નહી.
8) મફતની લાલચમાં આવીને કોઇપણ પ્રકારની પર્સનલ માહીતી આપવી ન બેન્કમાંથી બોલુછુ એવા ફોન કરનારને OTP / CVV / PASSWORD જેવી બેન્કને લગતી કોઇપણ પ્રકારની માહીતી આપવી નહી.
9) લવશીપ/ફ્રેન્ડશીપની જાહેરાતના મારફતે લલચાવી છેતરપીંડી કરતી ટોળકીથી સાવધાન રહો.
10) FACEBOOK ઉપર આવતી લીંક જેવી કે તમે ક્યા હિરો હિરોઈન જેવા લાગો છો એવી લીંક ખોલવાથી તમારૂ ફેસબુક હેક થઇ શકે છે.
અહીંયા અમુક ખુબ પ્રચલિત પદ્ધતિઓ આપી છે લોકોને સાઇબર ક્રાઇમમાં ફસાવવાની, આ પદ્ધતિઓને અનુરૂપ કોઈ પ્રયાસ કરે તો ચેતી જવું તમે સાવચેત રહી અને અન્યને પણ સાવચેત કરી શકો છો.