ગરવી ગુજરાત પાસે દરિયો પણ છે અને પહાડ પણ, કચ્છ માં રણ પણ ગુજરાત માં જ છે જે ગુજરાતને કુદરતી સૌંદર્યની બાબતમાં સર્વ ગુણ સંપન્ન રાજ્ય બનાવે છે ચાલો જાણીયે તેના પર્વતો અને તેની ઊંચાઈ વિષે , જીપીએસસીની તૈયારી કરતા યુવાનો આ આર્ટિકલ ને સેવ કે સેલ્ફ ઇમેઇલ કરીશકે છે
➡ ગિરનાર : 1153.2 મીટર – જૂનાગઢ (ગુજરાતનો સૌથી ઊંચો પર્વત)
➡ ગોરખનાથ શિખર : 1117 મીટર – જૂનાગઢ (ગુજરાતનું સૌથી ઊંચું શિખર – ગિરનાર પર)
➡ ચોટીલા : 340 મીટર – સુરેન્દ્રનગર (માંડવની ટેકરીઓમાં સૌથી ઊંચું શિખર)
➡ શેત્રુંજય : 498 મીટર – ભાવનગર (સૌથી વધુ મંદિરો ધરાવતા શહેર પાલીતાણામાં)
➡ પાવાગઢ : 829 મીટર – પંચમહાલ (મહાકાળી માતાનું મંદિર)
➡ સાપુતારા : 1100 મીટર – ડાંગ ( ગુજરાતનું એકમાત્ર ગિરિમથક)
➡ કાળો : 437 મીટર – કચ્છ (કચ્છની ઉત્તર ધારમાં આવેલો ડુંગર – કચ્છ જિલ્લાનો સૌથી ઊંચો ડુંગર)
➡ ધીનોધર : 388 મીટર – કચ્છ કચ્છની મધ્યધારમાં આવેલો ડુંગર – જેના પરથી કર્કવૃત પસાર થાય છે )
➡ ઝુરા : 316 મીટર – કચ્છ (કચ્છની દક્ષિણ ધારમાં આવેલો ડુંગર)
➡ સરકલાની ટેકરી : 643 મીટર (અમરેલી જિલ્લામાં , ગીરની ટેકરીઓમાં સોથી ઊંચું શિખર)
➡ આભપરા : 637 મીટર ( બરડો ડુંગરનું સૌથી ઊંચું શિખર )