ફળો મનુષ્ય માટે કુદરતની અમૂલ્ય ભેંટ છે. મોટાભાગના ફળો તમારી રોજિંદા જરૂરિયાત મુજબ આવશ્યક વિટામિન પુરા પાડે છે. દરેક ફ્રૂટ એક બીજાથી સંપૂર્ણ રીતે અલગ હોવા છતાં જયારે નુટ્રિશનલ વેલ્યૂ અને હેલ્થ બેનીફિટ્સની વાત કરવામાં આવે ત્યારે તેઓ સમાન ફાયદા ધરાવે છે. આપણે નિયમિતપણે દરરોજ કોઈપણ એક ફ્રૂટ ખાવું જોઈએ.આપણા બોડી માટે ફળો ખુબજ આવશ્યક છે.આજે આપણે તેવા એક સુપર ફ્રુટ પ્લમ વિશે વાત કરીશુ. તે સ્વાસ્થ્ય માટે અનેક ગુણો ધરાવે છે.
પ્લમ્સમાં રહેલ નુટ્રિશનલ વેલ્યુ :
પ્લમ્સ વિટામિન B1,નિયાસિન,વિટામિન B6,વિટામિન E સારા પ્રમાણમાં ધરાવે છે.તે ઉપરાંત તેમાં મુખ્યતત્વો જેવાકે વિટામિન A,વિટામિન C,વિટામિન K,ફોલેટ,આયર્ન,કેલ્શ્યિમ,ઝીંક અને ફોસ્ફરસ રહેલા છે.
સ્વાસ્થ્ય માટે જરૂરી શા માટે છે?
➜એક સંશોધન પ્રમાણે પ્લમ્સમાં રહેલ બાયોએક્ટીવ તત્વો જેવાકે ફ્લેવર્નોઇડ અને ફેનોલિક મેદસ્વીપણું અને વજન ઘટાડવા મદદરૂપ બને છે.જો તમે વજન ઘટાડવા માંગતા હોવતો પ્લમ્સ યોગ્ય રહેંશે.
➔તે એન્ટી ઓક્સિડેન્ટ અને વિટામિન C ભરપૂર હોવાથી ત્વચા માટે ખુબજ લાભકારી છે. તે ડાર્ક સ્પોટ, કરચલી ઘટાડે છે અને ત્વચા યુવાન રાખવામાં મદદ કરે છે.પ્લમ્સનો અર્ક ઘણી બ્યૂટી પ્રોડક્ટમાં વપરાય છે જેમકે ફેસ વોશ ,ફેસ પેક વેગેરે.
➔નિયમિત સેવન કરવાથી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને શરીરને ઇન્ફેકશનથી દૂર રાખે છે અને રોગ મુક્ત કરે છે. તે ફાઇબરનો સારો સ્ત્રોત હોવાથી પાચનક્ષમતા સુધારે છે,તે પેટ માટે નેચરલ લેક્સેટિવ તરીકે વર્તે છે.જે કબજિયાત પણ દૂર કરે છે.

➔એક સંશોધન અનુસાર પ્લમ્સ હૃદયરોગ માટે પણ ફાયદાકારી છે. તે લોહી દબાણ જાળવી રાખે છે અને સ્ટ્રોક અટકાવે છે. તે લોહીમાં રહેલા ગ્લુકોઝનું પ્રમાણ ઘટાડે છે અને ડાયાબીટીશ નિયંત્રિત કરે છે.તે ન્યુરોડીજેનરેટિવ ડિસોર્ડર જેમકે અલ્ઝાઈમર અટકાવે છે.
પ્લમ્સ અનેક ગુણોથી ભરપૂર છે.તેના ફાયદા મેળવવા તેનું સેવન દરેકે જરૂર કરવું જોઈએ.