જો હોય પ્રેમ હ્રદય માં
નયનો પણ ટકરાય છે અને
દુનિયા આખી કહે
પ્રેમ આંધળો છે
જો હોય પ્રેમ હ્રદય માં
એકબીજા માં ભળી જાય છે અને
દુનિયા આખી કહે
પ્રેમ માં આ તો પાગલ છે
નથી સમજ પ્રેમની આ દુનિયાને
પ્રેમ એટલે જ તો બદનામ છે
જો હોય પ્રેમ હ્રદય માં
ઢળતી સાંજ પણ હરખાય છે
પરીમલ લાકડાવાળા (પરીમ)