જ્યારે આંખો બંધ કરુ ત્યારે કે,
ઉંઘવાની કોશિશ કરુ ત્યારે યાદ તારી આવી જાય
પતંગ ની કિન્યા બાંધતાં બાંધતાં કે,
કોઈ ને ગુલાબ આપતા જોવુને યાદ તારી આવી જાય
હોળીની પ્રદક્ષિણા ફરતા તો ક્યારેક,
ધૂળેટી રમેલા ચહેરા જોતા યાદ તારી આવી જાય
નવરાત્રીમાં તૈયાર થઈને અરીસા સામે નિહારતા કે,
શરદપૂણિઁમાના દુધ પૌઆ ખાતા
યાદ તારી આવી જાય
દિવાળીના ફટાકડા ફોડતા તો ક્યારેક,
રંગોળી બનાવતા યાદ તારી આવી જાય
આમ આખું વર્ષ તને યાદ કરતાં કરતાં નીકળી જાય,
તો ક્યારેક આંખો ભીની કરાવી જાય
દિવાસ્વપ્ન જોતા આમ તહેવારો નીકળી જાય,
ને આમ ને આમ યાદ તારી આવતી જાય
જન્મદિવસ હોય કે નવું વર્ષ પહેલી wish મારી હોય,
એ દિવસ હવે ‘દિવસ’ બની ને રહી જાય
બસ આમ જ આંખો બંધ કરુને યાદ તારી આવી જાય
જ્યારે ઊંઘવાની કોશિશ કરુ ને યાદ ની સાથે
આંસુ પણ આવી જાય.
જિજ્ઞાસા રાઠોડ