દિવસ રાત ના રટણ માં એક રાત મજાની આવી.
ચાલ કહી દઉં આથમે નહિ આજે એવા તારાની સવારી લાવી.
તારલિયા ના ટોળામાં મસ્ત મજાનો એ ચાંદો લાવી.
ચાંદ માં રુમઝુમતાં તારા જ સપનાઓ લાવી.
સપનામાં ચાંદ સમાન તું અને તારી વાતો આવી.
વાતો માં સાથ તારો જ લાવી.
સાથ માં લઇ તારો હાથ હું આવી.
જોયા કેટલા તારલિયા તૂટતાં,પણ ખાસ ઈચ્છા કેહવા તારા જોડે હું આવી.
આપડી ઈચ્છા મનની વાતો કેહવા એક રાત મજાની આવી.
આંખો મીંચી જોવાતા સપનામાં રંગો ભરવા સાથે હું આવી.
મન માં તું જ છે એ ચાંદ ને જણાવવા આકાશ માં ઉડવા હું આવી.
રાતલડી વહી ના જાય દિલની બે વાત કરવા હું આવી.
વાદળો ની પેલે પાર રહી પ્રીત નિભાવવા તારલી બની હું આવી.
રહેવું એક થઇ ચાંદ માં છુપાઈ સાથ માંગવા હું આવી.
અમાસના અંધકાર માં છુપાઈ પૂનમ ના ચાંદ માં તને ખેંચી હું લાવી.
રહીશું હમેશા સાથે જ એ વાયદા કરવા તારલી ચાંદા પાસે આવી.
રાત રોકી તારલી ચાંદા માં સમાઈ ઝગમગતી નજરે તને જ નિહાળવા હું આવી.
કોઈ રોકશે નઈ આજે વાતો આપડી ખુશનુમા રાત આજે હું લાવી.
રોકાઈ રાત કેમ કે વાયદો પૂરો કરવા સાથે હું આવી.
સપનાની દુનિયામાં ચાંદા પાસે તારલી બની હું આવી..
દિવસ ના રટણ બાદ રાત એક ઝગમગતી તારા સાથે મને લાવી…
વૃંદા શાહ