તું અને હું જ્યારે પણ મળીએ છીએ
ત્યારે કોઇ અદ્રશ્ય રૂપે આપણી વચ્ચે
હાજર હોય છે
આમ તો બે પ્રેમીઓ વચ્ચે કોઇ ત્રાહિતની
હાજરી આંખમાં કણાની જેમ ખુંચે છે
પણ આ અદ્રશ્ય રૂપે હાજર રહેતું અલૌકિક
તત્વમાં એવું શું છે કે જે આપણે બંનેને
ગમે છે.
પછી લાગ્યું કે આ રંગીલો ઇશ્વર વેશ બદલીને
આપણને કોઇ બાધા પહોચ્ડ્યા વિનાં આપણા
બંન્ને વચ્ચે પ્રેમના નામે થતી
અલૌકિક ઘટનાઓની સાક્ષી બનવવાનો અને
લહાવો માણવાનો
એક પણ મોકો ચુકતો નથી
ત્યારે
પોતાને નિરાકારી હોવાનો ફાંકો રાખતો ઇશ્વર
મને સાક્ષાત એક આકારમાં ઢળતો દેખાય છે
એ મને તારામાં તારા દેહડોલનનાં લયમાં
ચોખ્ખો દેખાય છે
– નરેશ કે.ડૉડીયા