તું નજીક આવીને જ્યારે અડે ,
જીવવા માટે જીવન ઓછું પડે…
મારા હૃદયના બારણે તારા પગરવ પડે,
તારા સંગાથે ચાલવું ઓછું પડે…
તારી આંખોમાં મારુ ગમતું નગર મળે,
તારી નજરકેદમાં જીવવું પણ ગમે…
જો તું બને મારા શબ્દો તો કવિતાને સુર મળે,
તારા મુખેથી ગવાય જો મારી કવિતા તો શબ્દમાં સુગંધ ભળે…
તારી ગેરહાજરીમાં પણ તું મને પ્રત્યક્ષ મળે,
એનાથી વધુ તો બોલ ‘પીનલ’ પ્રેમમાં બીજું શું મળે…
~ પીનલ શાસ્ત્રી