શુષ્કતા જો નજરે આવી હોય
તો યાદ કરો રેડવાનું પાણી ભૂલી ગયા હશો !
તિરાડો ઝીણી જો નજરે આવી હોય
તો લીપવાનું લાગણી ભૂલી ગયા હશો !
જો દર્દ અવિરત ન થતું હોય જો હજુ
તો કાનને ઢાંકવાનું ભૂલી ગયા હશો !
ભુખ પ્રેમની જો અચળ હોય હજુ એમનેમ
તો પ્રેમ ફાંકવાનું ભૂલી ગયા હશો !
ભીની રેતીથી જો ભરાણું ન હોય મન
તો મોતી મુકવાનું ભૂલી ગયા હશો !
રાત’દિ શોધતા પણ ન જડે જો કારણ
તો મુદ્દો ટાંકવાનું ભૂલી ગયા હશો !
લાલચોળ હાંસિયાથી શરૂ ન થઇ વાત
તો આંકવાનું ભૂલી ગયા હશો !
ખારું જો લાગતું હોય ઉમેર્યા પછી મિસરી
તો ચાખવાનું ભૂલી ગયા હશો
આપ્યું ન હોય એણે અચકાયા વગર દિલ હજુ
તો માંગવાનું ભૂલી ગયા હશો
‘ધુમ્મસ’ થકી હજુ જો દ્રશ્ય ન હોય
તો ડામવાનું ભૂલી ગયા હશો !
~ હાર્દિક દવે