નમસ્કાર મિત્રો,
અત્યાર સુધી આપણે એકથી નવ સ્થાન સુધીના બૃહસ્પતિના શુભાશુભ પ્રભાવ વિષે જાણકારી મેળવી. આજે આપણે જોઈએ કે દસમા સ્થાનમાં રહેલા બૃહસ્પતિ મહારાજના આપણા જીવન પર કેવા પ્રભાવો હોય છે તેની માહિતી મેળવીશું.
દસમા સ્થાનમાં રહેલા ગુરુની માહિતી
लिखा माया दौलत न था जो बिधाता
बनाएगा क्या तू जो आसू बहाता
ख्वाबी महल-न कीमत अपनी, न ही पिता धन छोडता हो,
लेख मन्दा-ख्वाह अकल सयानी, सिर्फ शनि ही तारता हो
रहम लालच शनि चंद्र चौथे, राख सोने की होती हो
शुक्कर मंगल जब चौथे बैठे, मिट्टी सोना खुद देती हो
૧૦ वे घर का नीच बृहस्पत, रवि से सोना करता है
शनि का गरवां पहरा होवे, हर दो चूल्हे धरता है
रवि मगर खुद जला जलाया, मदद चंद्र की पाता है
शनि ने हो जो पत्थर फूंके, लाल रवी कर हेता है
મિત્રો, કુંડળીમાં દસમું સ્થાન કર્મ સ્થાન કહેવાય છે. ગુરુ આ સ્થાનના અધિપતિ હોવા છતાં આ સ્થાનમાં તેમના પ્રભાવ અશુભ અને મંદ જોવામાં આવે છે. કિતાબ આ સ્થાનના ગુરુને पहाडी ईलाका का गृहस्थी, हर शै के लिए कलपता दरवेश કહ્યો છે. આવા જાતકનું જીવન પહાડની ટોચ પર રહેતા માણસ જેવું હોય છે. એને દૂર દૂર સુધી બધું જ સુંદર દેખાય. એને બધા જ સુખ દેખાતા હોય પણ પાસે કઈ જ ના હોય. જો આ ગુરુ અશુભ અવસ્થામાં હોય તો નાની નાની વસ્તુઓ માટે તડપતા સાધુ જેવું જીવન થઇ જાય છે. આ સ્થાનના ગુરુ માટે કિતાબ કહે છે કે જો વિધાતા એ તારા ભાગ્યમાં સુખ લખ્યું જ નથી તો તને એ મળવાનું કેવી રીતે અને જો એ મળવાનું નથી તો તું રડે છે કેમ ?
હવે આપણે દસમા સ્થાનના ગુરુની શુભતા અને અશુભતા વિશે જાણીશું.
દસમા સ્થાનના ગુરુનો શુભ પ્રભાવ
કુંડળીમાં દસમા સ્થાનનો ગુરુ શુભ અવસ્થામાં હોય તો પણ જીવન યાપન માટે જાતકે તનતોડ મહેનત કરવી પડશે. આવા જાતકના જીવનનો આધાર કુંડળીમાં શનિ અને સૂર્યની સ્થિતિ પર અવલંબે છે. જો આ કુંડળીમાં શનિ ઉત્તમ હોય અને બેજ કે છઠ્ઠા સ્થાનમાં સૂર્ય હોય તો જાતકના મકાનનું આંગણું વચ્ચે હોવાના બદલે જો કોઈ પણ એક તરફથી કોઈ ધર્મ સરહાન સાથે જોડાયેલું હોય તો શનિનું નેક ફળ પ્રાપ્ત થાય છે. જો આ જાતક ચાલાક સ્વભાવનો હોય તો ખૂબ સફળ થાય છે. જો શુક્ર કે મંગલ ચોથા સ્થાનમાં હોય જાતક એક કરતા વધુ સ્ત્રીઓ સાથે પણ સંબંધ ધરાવતો હોઈ શકે છે. કુંડળીમાં શનિની સ્થિતિ પર માતા પિતાનું સુખ નિર્ભર છે. જો કુંડળીમાં શનિ ઉચ્ચના હોય તો ૩૩ થી ૩૯ વર્ષની ઉંમરમાં તેનો ભાગ્યોદય થાય છે પણ જો જાતકના કર્મો ખોટા હોય તો આ જ ઉંમરમાં વિપરીત પરિણામો પણ મળે છે અને પિતા પણ સાથ છોડી દે છે.
જો સૂર્ય ચોથા સ્થાનમાં હોય તો ગુરુ નીચ ફળ નહિ આપે. મંગલ ચોથે શુભ અવસ્થામાં હોય અને જાતક મંગળની વસ્તુઓ સંબંધી કાર્યો કરે અથવા નાના ભાઈ સાથે સારા સંબંધો જાળવે કે તેની મદદ કરે તો ૨૮મા વર્ષે જાતકને ફાયદો થાય છે.
દસમા સ્થાનના ગુરુનો અશુભ પ્રભાવ
આપણે અત્યાર સુધી એમ જોયું કે માણસ જો ધર્મી અને ઈમાનદાર બને તો તેને ફાયદો થાય પણ જયારે આ સ્થાનમાં ગુરુ હોય ત્યારે જાતકે ચાલાક બનવું પડે છે. આવો જાતક જેટલું લોકોનું સારું અને ભલું કરવા જાય એટલું જ તેને નુકસાન થાય છે. જો આવા જાતકો અતિશય નેક બને તો મારતી વખતે તેમની પાસે કોઈ સંપત્તિ વધતી નથી. આવો માણસ સપના ભલે જોવે પણ તે હકીકત બની શકતા નથી.
જો આ કુંડળીમાં ૪-૧૦-૧૨ મા સ્થાનમાં શનિ ચોથા સ્થાનમાં હોય તો જાતક જયારે જયારે કોઈ ગરીબની મદદ કરે ત્યારે ત્યારે તેને સજા ભોગવવાની થાય. આ માણસ જેટલું બીજા પર દયા કરે તેટલું જ કષ્ટ તેણે પોતે ભોગવવું પડે. જો આ કુંડળીમાં કેતુ ખરાબ છે તો જાતકનું સોનુ પણ ભસ્મ થઇ જાય એટલે કે ખૂબ ઝડપથી જીવનમાં અસ્થિરતા આવે. જો શનિ ૧-૪-૧૦ મા સ્થાનમાં હોય અને બીજું સ્થાન ખાલી હોય તો જાતકને ક્યાંય પૈસો કે ઈજ્જત મળતી નથી. જો કુંડળીમાં ૨-૪-૫-૬ બધા સ્થાન ખાલી હોય તો જાતક મંદ ભાગ્ય, પરિવારમાં એકલો રહેનાર હોય છે. આવ જાતક્ને કોઈ મદદ કરતુ નથી. જો આ કુંડળીમાં બુધ ખરાબ હોય તો જાતકના પિતા નિર્ધન હોય. જો બુધ ખરાબ છે અને ગુરુ અતિશય અશુભ છે તો જાતક પોતે પણ નાની ઉંમરમાં મૃત્યુ પામી શકે છે. આવા જાતકોને રક્ત વિકારની બીમારીઓ થઇ શકે છે. ૩૪ વર્ષની ઉંમર થતા થતા તેનું શરીર અંદરથી ખૂબ ખોખલું થવા લાગે છે. આ સ્થાનમાં રહેલા ગુરુને ફક્ત શનિ જ તારી શકે છે.
દસમા સ્થાનમાં રહેલ ગુરુ મહારાજના ઉપાયો
૧. ૪૩ દિવસ નદીના પાણીમાં તાંબાનો સિક્કો વહેતો કરવો.
૨. સૂર્ય ગ્રહણ વખતે બદામનું દાન કરવું.
૩. પરસ્ત્રીગમન ના કરવું.
૪. કોઈ પણ કામની શરૂઆત કરતા પહેલા નાક સાફ કરવું.
૫. વધારે ધર્મ ધ્યાનના મામલામાં ના પડતા ચાલાકીથી પોતાનું કામ કરવું અને કોઈના પર દયા ખાઈને તેણે ખોટી રીતે બચાવવાનો પ્રયત્ન તો જરા પણ ના કરવો.
૬. માંસ, મદિરા અને ઈંડાથી દૂર રહેવું.
૭. ઘરમાં મંદિરની સ્થાપના ના કરવી.
૮. માથે કાલા અને વાદળી રંગ સિવાય કોઈ પણ રંગની ટોપી પહેરવી.
૯. કપાળે રોજ કેસર કે હળદરનું તિલક કરવું.
૧૦. ખુલ્લા માથે તડકામાં ન ફરવું.
૧૧. ચોથા સ્થાનમાં સૂર્ય હોવા છતાં શુભ ફળ ના મળતું હોય તો રવિવારના દિવસે ૪૦૦ ગ્રામ ગોળ કે ઘઉં પાણીમાં વહેતા કરવા.
આદિત શાહ – ૮૩૦૬૪૧૧૫૨૭