દેશના જાણીતા ઉદ્યોગપતિ અને મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રા પોતાના ટ્વીટના કારણે ચર્ચામાં રહે છે. તેઓ ઘણી વખત શાનદરા ફોટો, વીડિયો અને ઘણી વખત પોતાની પોસ્ટમાં ફોટો અથના વીડિયો સાથે કેટલીક ચેલેન્જ પણ લોકો સમક્ષ મૂકે છે. આનંદ મહિન્દ્રાએ પોતાના તાજા ટ્વીટમાં પણ એક રસપ્રદ વીડિયો પોસ્ટ કર્યો છે.
આ વીડિયોમાં એક વ્યક્તિ એક જાહેરાત જોઇ રહ્યો છે. જેમા લખ્યુ છે કે, એકાઉન્ટેંટની જરૂર છે. જેમા નીચે 35,000-40,000 લખ્યું છે. સાથે જ તેમા ગૈરી નામના એક વ્યક્તિનો મોબાઇલ નંબર પણ લખેલો છે. આ વ્યક્તિ ગૈરીને ફોન કરે છે અને કહે છે કે,’મેં ન્યૂઝ એજન્ટની દિવાલ પર તમારી જાહેરાત જોઇ. મને લાગે છે કે તમારે એકાઉન્ટેટની જરૂર નથી, જવાબ છે – 5000 પાઉન્ડ.’
આનંદ મહિન્દ્રાએ આ વીડિયોને પોસ્ટ કરતા લખ્યુ,’હું આ વ્યક્તિને નોકરી પર રાખવા માગુ છું. એકાઉન્ટેંટ તરીકે નહી પરંતુ મને લાગે છે કે તે સારો પ્રૂફ રિડર સાબિત થઇ શકે છે.’ આ કોઇ પ્રથમવાર નથી કે જ્યારે મહિન્દ્રાએ કોઇ રસપ્રદ વીડિયો શેર કર્યો હોય. તેઓ સોશિયલ મીડિયામાં ખુબ જ સક્રિય રહે છે અને મોટા ભાગે આવા વીડિયો શેર કરતા રહે છે.
VR Sunil Gohil