દુઃખ થી દુઃખી નથી,
સુખનો એહસાસ જો તું હોય.
જિંદગી ના રંગ વિખરાયા નથી,
રંગીન જિંદગી જો તું હોય.
હાથ ક્યારેય છુટસે નહિ,
સાથ આપનાર જો તું હોય.
દુનિયા ની મેહફીલ મજાની રહેશે,
મેહફીલ સજાવનાર જો તું હોય.
ભીડ માં ખોવાઇશ નઈ ક્યાંય,
સાથે ઉભો રેહનાર જો તું હોય.
જીવ માં જીવ આવશે,
શ્વાસ જો તું હોઈશ.
જન્મોજનમ નો સાથ આપીશ,
આ જન્મ નો સાથ જો તું હોય..
વૃંદા શાહ