નંદ ના આનંદ ને હાલો જોવા જઈએ રે…
વૈકુંઠ મેલી ને વિષ્ણુ આવ્યા ગોકુળ મા
નંદ ના આનંદ ને…
શ્રાવણ ની આઠમ ને અંધારી રાતલડી
આભ માંથી વરસે છે ઘોર વાદલડી
નંદ ના આનંદ ને…
વાસુદેવ શિર પર લઈ ને રે આવ્યા
કાલિન્દી ના જળે કૃષ્ણ ચરણ પખાળ્યા
નંદ ના આનંદ ને…
એની છત્ર બન્યા છે નવકુળ નાગ રે
દેવ દાનવ પધરાવે છે પુષ્પો ના બાગ રે
નંદ ના આનંદ ને…
મોર પોપટ કોયલડી ટહુક્યા છે મોજ મા
અબીલ ગુલાલ ઉડ્યા નંદ મહેલ ચોક મા
નંદ ના આનંદ ને…
શરણાઈ ને ઢોલ નગારા વાગ્યા ગોકુળ મા
ગોપ ગોવાળ ઘેલા બની નાચ્યા ગોકુળ મા
નંદ ના આનંદ ને…
મથુરા ની જેલ મા જન્મયા છે મુરારિ
વાસુદેવ દેવકી ના પુણ્ય ને જાણે દુનિયા સારી
નંદ ના આનંદ ને…
યુવા કવિ ના નાથ ને નજરે નિહાળ્યા
જોઈ કૃષ્ણ કુંવર ને સઘળા ભાન ભુલ્યા
નંદ ના આનંદ ને…
~ મિરલ ભાવેશભાઈ પટેલ (યુવા કવિ)