“આવો..આવો.. આવતીકાલે એક ભવ્ય પ્રાણી સંગ્રહાલયનું ઉદઘાટન થવાનું છે.. ખાસ વિશેષતા એક સૌથી ઘાતકી પ્રાણી સંગ્રહાલયમાં ખુલ્લેઆમ જોવા મળશે..આવો..આવો.. બધા જ માણસોને મફતમાં એન્ટ્રી છે.. આવો.. આવો..” એક રીક્ષામાં માઈક ગાજતું હતું.
બીજા દિવસે માણસોના ટોળેટોળા ઉમટી પડ્યા એ ઘાતકી પ્રાણીને જોવા. બધા આખું સંગ્રહાલય ફરી વળ્યા, એકોએક પ્રાણી જોઈ લીધા, અંતે બધા એક મોટા અરીસા સામે આવીને ઊભા હતા અને અરીસામાં નીચે લખેલું હતુ,
“અત્યારે તમે દુનિયાના સૌથી ઘાતકી પ્રાણીની સામે ઉભા છો, જે પોતાની જાતને પણ મારી શકે છે.”
સુનિલ ગોહિલ “માસ્તર”