અમૂલ્યા હજુ તેના પ્રેમી રતનને જ યાદ કરતી હતી. 6 મહિના પહેલાં કેવી રીતે રતને દહેજ માંગ્યું હતું અને તે લોકોના લગ્ન થતાં થતા રહી ગયા હતા એ વિચારતી હતી. એને એવું લાગતું હતું જાણે એ જ એને પ્રેમ કરે છે. છેલ્લે પોતાના પ્રેમ માટે એને દહેજ દેવાનું વિચારી લીધું. “પ્રેમની આગળ દહેજ શું છે?” તેવું વિચાર્યું.
આ ખબર તે રતનને કરવા જાય છે. તે બહુ ખુશ હોય છે પણ રતનના ઘરે નવું ફ્રિજ, ટીવી, વોશિંગ મશીન આવતા જોવે છે. અને ત્યાં જ બાજુમાં લગ્નના જોડામાં બેસેલી છોકરી જોઈ પોતે જ દુઃખી થઈ ઘરે આવી જાય છે.
નિતી સેજપાલ “તીતલી”