ભારતના વિસ્ફોટક વિકેટકીપર બેટસમેન ઋષભ પંત (Rishabh Pant) એ ઇંગ્લેન્ડની વિરૂદ્ધ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium)માં ચાલી રહેલી ચોથી ટેસ્ટમાં નાજુક મોકા પર માત્ર મોરચો જ સંભાળ્યો નહીં પરંતુ સેન્ચુરી ફટકારતા છેલ્લાં બે વર્ષથી ચાલી રહેલા સદીના દુષ્કાળને ખત્મ કર્યો. પંતની આ ટેસ્ટ ક્રિકેટમાં ત્રીજી સદી છે. આની પેહલાં તેણે જાન્યુઆરી, 2019માં સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર ઑસ્ટ્રેલિયાની સામે નોટઆઉટ 159 રનની ઇનિંગ્સ રમ્યો હતો.
તેણે 84મી ઓવરના પહેલાં બોલ પર વિપક્ષી કેપ્ટન જો રૂટ (Joe Root)ના બોલ પર સિક્સ ફટકારી પોતાની કેરિયરની ત્રીજી સેન્ચુરી પૂરી કરી. જો કે તેની બીજી જ ઓવરના પહેલાં બોલ પર જેમ્સ એન્ડરસને જો રૂટના હાથે કેચ આઉટ કરતા પેવેલિયન મોકલી દીધો. તેણે 118 બોલમાં 13 ચોગ્ગા અને બે સિક્સરની મદદથી 101 રન બનાવ્યા.
4 વખત સદી ચૂકયો
આમ જોવા જઇએ તો જાન્યુઆરી 2019 બાદ ચોથી વાખત એવું બન્યું કે જ્યારે તે સેન્ચુરી બનાવા જાયને રહી જાય. આની પહેલાં 97, 89 નોટ આઉટ, 91 અને નોટ આઉટ 89 રન પહોંચવા છતાંય સદી ફટકારી શકયો નહીં.
સાહાના રેકોર્ડની બરાબરી કરી
વિકેટકીપર તરીકે ટેસ્ટમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ પૂર્વ કેપ્ટન એમએસ ધોનીના નામે છે. તેણે 144 ઇનિંગ્સમાં 6 સદી ફટકારી જ્યારે ઋદ્ધિમાન સાહાએ 50 ઇનિંગ્સમાં 3 સદી ફટકારી. અહીં પહોંચવા માટે પંતને 33 ઇનિંગ્સ લાગી.
VR Sunil Gohil