નમસ્કાર મિત્રો,
અત્યાર સુધી આપણે એકથી અગિયાર સ્થાન સુધીના બૃહસ્પતિના શુભાશુભ પ્રભાવ વિષે જાણકારી મેળવી. આજે આપણે જોઈએ કે બારમા સ્થાનમાં રહેલા બૃહસ્પતિ મહારાજના આપણા જીવન પર કેવા પ્રભાવો હોય છે તેની માહિતી મેળવીશું. મિત્રો, લાલ કિતાબમાં બારમું સ્થાન ગુરુનું પોતાનું સ્થાન કહેવાયું છે એટલે આ સ્થાનના ગુરુ ખૂબ સારા કહેવાય છે. જો કે બારમું સ્થાન રાહુનું પણ હોવાથી ગુરુના શુભ પ્રભાવોમાં રાહુની અસરો જોવામાં આવે છે.
બારમા સ્થાનમાં રહેલા ગુરુની માહિતી
दुआए भले सब की गर तू करेगा
खजाना न ताकत का तेरी घटेगा
हालत राहु पर दौलत चलती, केतु धर्म खुद बोलता हो
चुप समाधि बर्षा सोने की, धरम कांटा दया तोलता हो
आठ ९ वे घर २-१० खाली, माया दौलत सब छोड़ता हो
हुआ शनि जब २-९ साथी, पता दौलत मच्छ रेखा हो
गुरु घरो जब पापी बैठे, बुध शुक्कर खुद मंदा हो
पाप मगर जब उच्च हो टेवे, परिवार दौलत जर सुखिया हो
गुरु उत्तम २ राहु बिगड़े , साधु सेवा से बढ़ता हो
नेक करे सर दुश्मन कटते, सिरहाने पानी जब धरता हो
बैठा शुक्कर ख़्वाह टेवे कैसा, असर मुबारक देता हो
बुध उम्र ता केतु मंदा, पाप राहु तक दुखिया हो
મિત્રો, આ સ્થાનના ગુરુને ખરાબ કરવાવાળાનું પણ ભલું કરનાર ઉત્તમ જ્ઞાની અને વૈરાગી માણસની ઉપમા આપવામાં આવી છે. આવા જાતકોને પૈસા સંપત્તિનો કોઈ મોહ હોતો નથી. આવો માણસ લોકોને જેટલા આશીર્વાદ આપે કે બીજા માટે જેટલું સારું વિચારે એટલો તેણે ફાયદો થાય. આ કુંડળીમાં રાહુની હાલત પરથી જાતકની આર્થિક પરિસ્થિતિ અને કેતુ હાલત પરથી તેના ધર્મપાલનની પરિસ્થિતિનો તાગ મેળવી શકાય છે. આવો માણસ દયાળુ અને હંમેશા ધર્મને માથે રાખીને ચાલનારો હોય છે. જો આ કુંડળીમાં આઠમું, નવમું, બીજું કે દસમું ઘર ખાલી હોય તો આ જાતક માયાનો ત્યાગ કરનાર હોય છે અને તેણે દોલતની કોઈ કિંમત કે મોહ હોતો નથી. જો આ કુંડળીમાં બીજે કે નવમે શનિ હોય તો જાતક ખૂબ પૈસા કમાય છે.જો ગુરુના સ્થાન ૨-૫-૯-૧૨મા સ્થાનોમાં પાપી ગ્રહો હોય તો વેપાર, સુખ અને પતિ પત્નીના શારીરિક સંબંધોમાં કમી આવે છે પણ જો આ કુંડળીમાં પાપી ગ્રહો એટલે કે શનિ, રાહુ, કેતુ ઉચ્ચના હોય તો આ બધી બાબતોમાં વૃદ્ધિ થાય છે અને પૂરેપૂરું સુખ મળે છે. બીજું સ્થાન ઉત્તમ હોય અને છઠ્ઠે રાહુ હોય તો સાધુ સંતોની સેવાથી ફાયદો થાય. જો આ માણસ નેકી કરે, બીજાનું સારું કરે અને રાતે માથાને ભાગે પાણીનો લોટો મૂકીને સુઈ જાય અને સવારે એ પાણી ફૂલછોડ કે ઝાડના મૂળમાં રેડે તો તેના શત્રુઓના માથા આપોઆપ કપાય. આ કુંડળીમાં શુક્ર ગમે તેવો હોય પણ તે હંમેશા શુભ ફળ જ આપશે. જો કુંડળી માં સાતમા સ્થાનમાં કેતુ હોય તો ૪૨ થી ૪૫ વર્ષની ઉંમર સુધી તકલીફ આવે અને એ પછી ધીમે ધીમે ફરી સુખ પ્રાપ્ત થાય છે. જો બુધ મંદો હોય તો ૩૪ વર્ષની ઉંમર સુધી કેતુનો પ્રભાવ મંદો રહે છે.
હવે આપણે બારમા સ્થાનના ગુરુની શુભતા અને અશુભતા વિશે જાણીશું.
બારમા સ્થાનના ગુરુનો શુભ પ્રભાવ
આવો જાતક જેટલું દાન પુણ્ય કરે અને લોકોને માફ કરતો રહે તેટલું તેનું શુભ થાય. માફ કરવાની ટેવ તેણે રાત્રે સુખચેનની ઊંઘ અને પૂરો આરામ આપશે. આ ભલું કરવાની આદત જ તેના જીવનમાં રાહુના અશુભ પ્રભાવને દૂર રાખે છે. આવા માણસ પાસે ગૂઢ શક્તિઓ પણ મજબૂત હોય છે જેનો ઉપયોગ તે શુભ અને લોકકલ્યાણના કાર્યો અર્થે કરશે. જો આવા જાતક બદદાનત, જૂઠી ગવાહી, દગો, ફરેબ વગેરેથી દૂર રહે તો તેનું ગૃહશ જીવન સુખી અને સમૃદ્ધ રહે છે. જો શનિ ગુરુ સાથે હોય અથવા નાવમાં સ્થાનમાં હોય તો શનિના કારોબાર, મોટર, લારી, યંત્રો વગેરેના કાર્યોથી તેને ફાયદો થાય. આ સ્થાન રાહુના પ્રભાવમાં હોવાથી અમુક સમયે જાતક ખોટા ખર્ચ કરતો રહે છે. જો રાહુ શુભ તો આર્થિક હાલત સારી નહીંતર સોનુ પણ પિત્તળના ભાવે વેચાય.
બારમા સ્થાનના ગુરુનો અશુભ પ્રભાવ
જો બુધ અશુભ તો જાતકનું આયુષ્ય લાબું પણ બીજા માટે તે નુકસાનકારક રહે છે. ખોટા કર્મો જાતકના મૃત્યુનું કારણ બને. લોકો પાસે મદદ માંગે તો મદદ પણ ના મળે અને બુધ નીચ હોય તો ૩૪ વર્ષ સુધી કેતુનું ફળ પણ અશુભ રહે છે. જો નવમે કે બારમે કેતુ સિવાય પાપી ગ્રહો હોય તો ૪૨ વર્ષ સુધી જાતકને ખોટી આશાઓ બંધાય છે. ૨-૮-૧૦-૧૨ સ્થાન ખાલી હોય તો જાતક અખૂટ સંપત્તિનો મલિક હોવા છતાં ધન વાપરી શકતો નથી. જો ગુરુ પોતે નીચ થઈને બેઠા હોય તો સંતાનને કષ્ટ થાય. જો આ માણસને ગાળામાં માળા પહેરવાનો શોખ થાય, પીપળાનું વૃક્ષ કાપે કે મંદિર કે કોઈ ધર્મ સ્થાનને નુકસાન પહોંચાડે, માથા પર શિખાના સ્થાનેથી વાળ ખરવા લાગે તો સમજવું કે ગુરુનો અશુભ પ્રભાવ શરુ થયો છે.
બારમા સ્થાનમાં રહેલ ગુરુ મહારાજના ઉપાયો
૧. માથા પર અને નાભિની આજુબાજુ કેસરનું તિલક કરવું.
૨. ખોટા કર્મો કરતા પહેલા ભગવાનથી ડરવું અને ધર્મકર્મના કાર્યોમાં ભાગ લેવો.
૩. ગાળામાં સોનાની ચેન કે પીળો દોરો પહેરવો.
૪. માથે શિખા રાખવી.
૫. પીપળાને પાણી ચડાવવું.
૬. કોઈ પણ કામ કરતા પહેલા નાક સાફ કરવું.
૭. બીજા સાથે હંમેશા નેકીથી વર્તવું.
૮. ફરેબ, દગાબાજ, ખોટા કામોથી દૂર રહેવું.
૯. કોઈના પણ પક્ષમાં જૂઠી ગવાહી ના પાવી.
૧૦. માંસ મદિરાનું સેવન ના કરવું.
૧૧. રાતે માથાના ભાગે વરિયાળી અને પાણીનો લોટો મૂકીને સૂવું જોઈએ. સવારે એ પાણી કોઈ પણ ઝાડના મૂળિયામાં રેડવું.
આદિત શાહ – ૮૩૦૬૪ ૧૧૫૨૭