શું તમને કદી સવાલ આવ્યો છે કે બાળકોને કેવી રીતે સારી રીતે રાખી શકીએ? તે લોકો સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ? વધુ લાડ કરવો જોઈએ કે પછી દંડ દેવો જોઈએ. આજે તેના જવાબો અહીં મળશે.
ચાણક્યે કહ્યું છે કે બાળકોને 5 વર્ષની ઉંમર સુધીમાં ખૂબ લાડ કરવો જોઈએ. 10 વર્ષનો થાય ત્યાં સુધી તેને દંડ દેવો જોઈએ અને 16 વર્ષની ઉંમર પછી તેના મિત્ર બનીને રહેવું જોઈએ.
5 વર્ષનું બાળક ઘણું નાનું હોય છે. તેથી તેને લાડની ઘણી જરૂર હોય છે. 10 વર્ષ સુધીમાં બાળકો જીદ કરે છે તેથી તેઓને દંડ દેવો જોઈએ. પણ 16 વર્ષ પછી મિત્રતા જેવો વ્યવહાર એટલે કરવો જોઈએ કારણ કે ત્યારે તેઓને અહં આવે છે.
આ રીતે જો બાળકો સાથે વ્યવહાર કરી તો તમારું બાળક જરૂર શ્રેષ્ઠ બને છે.
VR Niti Sejpal