બાળપણ ની એ યાદૉ ફરી એકવાર જીવવી છે મારે,
જયાં હતા સૌ સાચા સંગાથી એ વેળા ફરી જીવવી છે મારે…
જયાં એક પળ માં થતાં અબોલા તો બીજી પળે થતાં સૌ ભેળાં,
કીટ્ટા-બીચ્ચા ની એ વહાલી રમત ફરી રમવી છે મારે…
જયાં દર્શન ના બહાને મંદિરે છેલ્લે રહી પણ પ્રસાદી લેવા સૌથી આગળ રહેતા,
ભોળાનાથ ની એ બાળ ભકિત ફરી કરવી છે મારે…
જયાં હસતા હસતા થતી સવાર ને થાકતા પાકતાં થતી સાંજ,
ભણતર ના ભાર વિનાની એ જીંદગી ફરી જીવવી છે મારે…
જયાં ધીંગા-મસ્તી થતું નાચ-કૂદ, વાંદરા ની જેમ કરતાં હૂપાહૂપ,
લસર પટ્ટી, હિંચકા, મેવા ને મીઠાઈ, ફરી એ બધી મોજ માણવી છે “એન્જલ” ને….
ફરી ફરી ફરી એ બધીજ મોજ માણવી છે “એન્જલ” ને….
~ આરતી રામાણી “એન્જલ”