“શુ થયું, ચહેરા પર કેમ ઉદાસી છવાઇલી છે?”
સ્વાતિ એ મોબાઈલ બંધ કરતા ફરી નિસાસો ભર્યો અને પતિ સર્વેશ સામે જોયું. એની આંખમાં આંસુ આવી ગયા. સર્વેશના પ્રશ્નનો જવાબ આપતા, સ્વાતિ એ કહ્યું,
“અગાઉ મેં ફક્ત ઉડતું ઉડતું સાંભળ્યું હતું. આજે પહેલી વાર, મેં આઈશાના કેસને વિગતવાર વાંચ્યું.”
સર્વેશ એની પાસે આવીને બેઠો અને ગંભીરતાપૂર્વક કહ્યું,
“હાં, ખૂબ જ દુઃખ દાયક અને શરમનાક કેસ છે. એના પતિને કડી સજા થવી જોઈએ. આત્મહત્યા માટે ઉશ્કેરવું પણ હત્યા કરવાની બરાબર છે.”
પત્નીના ચહેરા પર ચિંતા જોઈ, સર્વેશને ન ગમ્યું. એણે સ્વાતિના ખભા પર હાથ મુક્તા પૂછ્યું,
“સ્વાતિ, આમાં તું શા માટે આટલા તણાવમાં આવી ગઈ?”
“સર્વેશ, આપણી સુલેખા પંદર વર્ષની થઈ ગઈ છે. આવતા વર્ષે કોલેજ જવા લાગશે. આવા માહોલમાં આપણી દિકરી કેવી રીતે સુરક્ષિત રહેશે?”
“સ્વાતિ, આપણે માહોલના વિશેય કંઈ નથી કરી શકતા. પણ એક વસ્તુ અવશ્ય આપણા હાથમાં છે.”
“શું?”
“આપણે સુલેખાને આત્મનિર્ભર બનાવી, એનામાં આત્મવિશ્વાસ પેદા કરવાની જરૂર છે. જેથી એ જીવનમાં ક્યારેય નબળી ન પડે અને ક્યારે પણ બીજાના આશરે ન રહે. એન્ડ માય ડિયર, આ કામ કરશે, ભણતર.”
સ્વાતિના આંખમાં આશાની કિરણ જાગી.
“તમે સો ટકા સાચી વાત કરી સર્વેશ. ફક્ત ભણતર એને જીવનમાં સારા અને ખરાબ નો ફરક સમજાવશે.”
“Exactly! ભણેલી હશે, તો જરૂરતના વખ્તે, તે યોગ્ય નિર્ણય લઈ શકશે. પછી આપણા ટેકાની જરૂર નહીં પડે.”
સ્વાતિ એ સ્મિત કરતા કહ્યું,
“અને કોઈ એનો ગેરલાભ પણ નહીં ઉપાડે.”
“હાં. આપણું કામ છે, એને સારામાં સારું ભણતર આપવું અને બાકી, જીવનના પડકારોનો સામનો કરતા એ પોતે શીખી જશે.”
સર્વેશ સાથે વાત કરીને સ્વાતિના દિલને રાહત થઈ અને રાતે એને શાંતિથી ઊંઘ આવી.
શમીમ મર્ચન્ટ