ગુજરાત રાજ્યનુ એક શહેર જે હંમેશાથી જ વિરોધાભાસી રહ્યુ છે જ્યાં એક તરફ ગુજરાતી લોકો, આખી દુનિયામાં માસ્ટર બિઝનેસમેનના નામથી ઓળખાય છે ત્યાં આ શહેરમાં જ ગાંધીજીએ સત્યાગ્રહ અને અહિંસાનો પાઠ ભણાવ્યો હતો. એક તરફ ભૈતિકવાદી દ્રષ્ટિકોણ છે અને બીજી તરફ આત્મ-ત્યાગની આધ્યાત્મિકતા છે. ઘણી વિવિધતાઓ સાથે અમદાવાદ, ભારતીય સંસ્કૃતિનુ સારી રીતે પ્રતિનિધિત્વ કરે છે અને આ ભારતનુ સાતમુ મોટુ મહાનગર છે. અમદાવાદને ભારતમાં સૌથી ઝડપથી આગળ વધતા શહેરોમાંનુ એક ગણવામાં આવે છે.
અમદાવાદની પૃષ્ઠભૂમિ
કહાની અમદાવાદ, ગુજરાતની આર્થિક રાજધાનીની છે. આ ગાંધીનગરની ઉત્તરે 32 કિમીના અંતરે, સાબરમતીના તટ પર સ્થિત છે. અમદાવાદના પહેલાના સમયમાં કર્ણાવતીના નામથી ઓળખાતી હતી કારણકે તે કાળમાં તેના શાસકનુ નામ સોલંકી રાજા કર્ણદેવ પ્રથમ હતુ. પરંતુ બાદમાં આ શહેર પરહ સુલ્તાન અહેમદ શાહે હુમલો કર્યો અને પોતાના કબ્જામાં કરી દીધુ ત્યારેથી તેનુ નામ અહમદાવાદ રાખવામાં આવ્યુ અને હવે લોકો આને અહમદાવાદ એટલે કે અમદાવાદના નામથી જાણે છે. મહેમુદ બેગડો, સુલતાન અહેમદના પોતાના શહેરની સુરક્ષાને મજબૂત કરવા માટે 10 કિમીની પરિઘમાં એક દિવાલનુ નિર્માણ કરાવ્યુ જેમાં કુલ 12 દરવાજા, 189 ગઢ અને 6000 બેટમેન્ટ્સ હતા. આ બધા 12 દરવાજામાં અદભૂત નક્શીકામ અન કેલીગ્રાફી કરેલી છે. આ બધા ફાટકોમાં બાલકની પણ છે. મુઘલ શાસનકાળ દરમિયાન અમદાવાદ પર સમ્રાટ અકબરે જીતી હતી પરંતુ મુઘલો પોતાની છાપ, શાહજહાંમાં છોડી જ ગયા. શાહીબાગના મોતી શાહ મહેલન તેમના દ્વારા પ્રાયોજિત કરવામાં આવી હતી.શહેરમાં ગાધીજીનો પ્રભાવ
અંગ્રેજોના શાસનકાળ દરમિયાન આ શહેરને મહાત્મા ગાંધી દ્વારા ચલાવાતા ભારતીય સ્વતંત્રતા આંદોલનથી ઘણી પ્રસિદ્ધિ મળી. ગાંધીજીએ અહીં બે આશ્રમ સ્થાપિત કર્યા – સત્યાગ્રહ આશ્રમને સાબરમતી આશ્રમના નામથી જાણીતો છે જે સાબરમતી નદીના તટ પર સ્થિત છે અને કોચરબ આશ્રમ, અમદાવાદમાં સ્થિત છે. ગાંધીજીએ અમદાવાદમાં સાબરમતી આશ્રમથી દાંડી માર્ચ શરૂ કરવા મીઠાનો સત્યાગ્રહ આંદોલનની શરૂઆત કરી હતી.
બ્રિટિશ શાસન હેઠળ આને પૂર્વનુ માન્ચેસ્ટર કહેવામાં આવતુ હતુ અને ગાંધીજીના સ્વદેશી આંદોલન બાદ અહીંના કપડા ઉદ્યોગમાં ઘણો વધારો થયો. એ વખતે અરવિંદ મિલ્સ, કેલિકો મિલ્સ પણ અસ્તિત્વમાં આવી ગઈ હતી અને તે ભારે માત્રાાં કપડાનુ ઉત્પાદન કરતા હતા, તેના સ્વદેશી વસ્ત્રોનુ ઉત્પાદન ઘણુ પ્રસિદ્ધ હતુ.અમદાવાદ શહેર એક એવુ સ્થળ છે જ્યાં ઘણા ઐતિહાસિક સ્મારક છે, આધુનિક આકર્ષણની કોઈ કમી નથી. મોટા મોટા મૉલ અને મૂવી હૉલ છે. હઠીસિંહના જૈન મંદિર, સિદી સૈયદની જાળી, સ્વામી નારાયણ મંદિર, જામા મસ્જિદ, મહુડી જૈન મંદિર, અક્ષરધામ, સિટી વૉલ્સ અને ધ ગેટ્સ, રાણીનો હજીરો, ઝૂલતો મિનારો, સરખેજ રોઝા, દાદા હરીની વાવ, અડાલજની વાવ વગેરે અહીંના મુખ્ય આકર્ષણો છે. આ ઉપરાંત પર્યટકો અહીં આવીને રજવાડુ, ચોખીધાની, પતંગ હોટલ, આઈઆઈએમ, રિવર ફ્રંટ, સી જી રોડ, એસ જી રોડ, ડ્રાઈવિંગ સિનેમા, પરિમલ ગાર્ડન વગેરેની મુલાકાત પણ લે છે. અહીં ઘણા પ્રકારના સંગ્રહાલય, નેચરલ ઈકો-સિસ્ટમ અને ફોરેસ્ટ જેવા કે ઈન્દિરા નેશનલ પાર્ક અને કાંકરિયા તળાવ પણ સ્થિત છે જે પર્યટકો માટે ખાસ આકર્ષણનુ કેન્દ્ર છે.અમદાવાદ ઝડપથી વિકસિત થતુ શહેર છે જ્યાં વિવિધ ક્ષેત્રો જેવા કે – રિયલ એસ્ટેટ, ઑટોમોબાઈલ, કેમિકલ, ફાર્માસ્યુટિકલ્સ, પેટ્રોલિયમ અને આઈટી ઈન્ડસ્ટ્રીમાં ઘણી પરિયોજનાઓ હંમેશા ચાલતી રહે છે.
અહીં ઘણા સિટી હાઉસ છે જેવા કે આઈઆઈએમ, એનઆઈડી, એનઆઈએફટી, ધીરુભાઈ અંબાણી ઈન્સ્ટીટ્યુટ ઑફ ઈન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેસન ટેકનોલોડી અને ઘણા અન્ય. આજના દિવસોમાં અમદાવાદ ભારતમાં સૌથી ઉત્કૃષ્ટ સ્થળોમાંનુ એક છે જ્યાં પર્યટકો સરળતાથી ફરવા જઈ શકે છે. અહીંના ક્લાસિક શોપિંગ મોલમાં શોપિંગ કરવાથી લઈને ઈન્ટરનેશનર સ્તરની લક્ઝરી હોટલાં રોકાવાની મઝા, પર્યટકોને જીવનભર યાદ રહેશે. અહીંના નેચરલ પાર્કમાં ફરવુ, ઐતિહાસિક સ્થળોમાં ફરવુ વગેરે તમને હંમેશા અમદાવાદ જવા માટે લલચાવતુ રહેશે.
VR Dhiren Jadav