ભુલાઈ ગયેલા રસ્તે ,
ફરી એક આંટો મારી આવીએ,
હાથ હાથમાં લઈ શ્વાસ લઈ આવીએ,
કિનારે ભૂંસાયેલાં આંગળાં ના નિશાન,
ચાલ ને દોસ્ત તેને ફરી શોધી આવીએ
ઉછળતાં,થોભતાં,પડઘાતાં,
ભટકતાં ,અથડાતાં, વિસ્તરતા
ન બેસતાં ઉઠતાં ચેન આપતાં,
અધ્ધરતાલે રહેતાં ઉચ્છશ્વાસ,
ચાલ ને દોસ્ત હેઠાં બેસાડી આવીએ,
ઉચાળા ભર્યા, હઠીલા નેણમાં,
સેવ્યાં છે સોણલાં સાથના અનેક,
ઉપસ્યા છે સૉળ જિંદગી ના કૈક,
ઘડીક ભર તેને પંપાળી આવીએ,
ચાલ ને દોસ્ત પાછાં જીવી આવીએ.
નિશા