મોબાઈલની બેટરી લાઈફ ઘટાડવા માટે જવાબદાર બે ખાસ કારણો છે. સૌથી વધારે બેટરી બાપરાય છે આ બે કારણો થી, 1 – પ્રોસેસર દ્વારા અને 2 – સ્ક્રીન દ્વારા , તો ચાલો આપણે જોઈએ તેમાં કેવીરીતે બેટરીનો લાઈફ સ્પાન વધારી શકાય
1 – પ્રોસેસર
તમે જેટલી વધારે એપ્લિકેશન સ્ટેન્ડબાઈ ઉપર રાખો તેટલી ફોન ની પ્રોસેસિંગ ક્ષમતા ઉપર સીધી અસર થાય. એટલે બને તેટલી ઓછી એપ્લિકેશન વાપરો અને વાપર્યા પછી બરાબર બંધ કરવાનું રાખો, એન્ડ્રોઇડ ફોન માં RAM ક્લીનર આવે છે તે વાપરી શકાય અને આઈફોન વાળા સ્વાઇપ અપ કરી અને એપ્લિકેશન બંધ કરી શકે છે. તે ઉપરાંત જેટલા વિજિડસ ઓછા એટલો પાવર તેને રિફ્રેશ કરવામાં ઓછો વપરાશે
2 – સ્ક્રીન
દિવસે અને રાત્રે બને તેટલો સ્ક્રીન બ્રાઇટનેસ ઓછી રાખો, ખાસ કરીને રાત્રે ડાર્ક મોડ અથવા તો લો-બ્રાઈટનેસનો ઉપીયોગ આંખો માટે સ્વાસ્થવર્ધક બની રહેશે અને તમારી બેટરીને પણ વ્યય થતી અટકાવશે, આ ઉપરાંત મોબાઈલ ને થોડો ચાર્જ કરી વાપરવા કરતા પૂરો 100% ચાર્જ થવા દેવો હિતાવહ છે. તે જો તેની સંપૂર્ણ ચાર્જિંગ સાઇકલ પુરી કરશે તો તેની આવરદામાં પણ વધારો થશે
તમે ટ્રાવેલ કરતા હોવ ત્યારે ફ્લાઇટ મોડ પણ બેટરી બચાવવા માં ફાયદો કરશે, તો ચાલો ઉપરોક્ત વાતોનું ધ્યાન રાખી તમારા મોબાઈલની બેટરીને દીર્ઘાયુ બનાવો