રમ્મત-ગમ્મતની દુનિયાની કેટલીય સ્મૃતિઓ તાજી કરીએ,
તો કિતાબોની પટારીમાં કેટલાય અનમોલ રત્નો મળ્યાં.
યાદોની વરસાદ વર્ષી,લીલુંછમ રૂપાળું બાગ ખીલેલું મળ્યું,
અનજાનથી જીગરજાન ટુકડા સુધીનો રસ્તો ચીતરેલો દેખાયો.
બંદગી સમયે લંબાયેલા હાથને પકડનાર ખુદા મળ્યો,
ઝઘડા અને નારાજગીમાં ના ડગમગે એવો સબંધ મળ્યો.
હાથમાં હાથ પરોવેલા કાંડામાં,વિશ્વાસની ગાંઠ બાંધેલી દેખાઈ,
આંખોમાં જોવાયેલા સપનાં સાકાર કરવાનો હળવો મૂડ બંધાયો.
આજે જીવેલી પળોની ફાઈલ તસવીરના સ્વરૂપે રજૂ થઈને,
આ બહાને થોડી મિત્રતાની યાદો તાજી થઇ,આંખ ગમગીન થઈ.
માહી પટેલ.