લખું માત્ર જેમાં તારા જ વિશે
એવી કોઈ મને ગઝલ મળે
એવી કોઈ મને ગઝલ મળે
જ્યાં જોઉં ત્યાં બસ તું દેખાય
એવી કોઈ મને નજર મળે
જ્યાં સાથ હોય બસ તારો જ
એવી કોઈ મને સફર મળે
રોગી થઈ જાઉં તારા જ પ્રેમનો
એવી કોઈ મને અસર મળે
✍️ કાનજી ગઢવી