વરસાદને પોકાર ઓ મોરલા
તારી પુકાર સુણી એ વેલેરો આવશે
આ ધરતી તરસી છે એક બુંદ થકી
ને આંખો વરસી છે એ ખેડૂત તણી
મીટ માંડીને બેઠી છે આંખો અહીં
ને આભમાં એકય વાદળ નથી
ભીષણ ગરમી થી અહીં હાલ બેહાલ છે
અને બળતી બપોરનો બસ એક સવાલ છે
કેમ રે રિસાયો છે આ મેહુલો
ક્યારે સંતાયો છે આ મેહુલો
ક્યારે બાંધશે એ વાદળ કાળા
ને ક્યારે મીટાવશે મુજ અમીની પ્યાસ
ક્યારે વરસશે એ પ્રિયતમ બની
ને ધરતીને કરશે તરબોળ
વરસાદને પોકાર ઓ મોરલા
તારી પુકાર સુણી એ વેલેરો આવશે…
રાજશ્રી સાગર