ચાણક્યે કહ્યું છે કે દરેક વ્યક્તિને સુંદર હોવું ગમે છે. પણ આજે આપણે એ સુંદરતાની વાત નથી કરી રહ્યાં. આપણે મનની સુંદરતા અને ગુણની સુંદરતાની વાત કરી રહ્યાં છીએ. એ ક્યાં હોય? કેવી રીતે શોધવી? ચાલો જાણીએ.
કોયલની સુંદરતા તેના અવાજમાં હોય. સ્ત્રીની સુંદરતા તેના પતિધર્મમાં હોય. ઋષિમુનિઓની સુંદરતા તેમની ક્ષમા ભાવનામાં હોય. તેવી જ રીતે દરેક માણસની સુંદરતા તેમનાં ગુણોમાં હોય છે. કાગડો અને કોયલ બન્ને કાળા હોય છે. છતાં કોયલ તેના અવાજને લીધે પ્રખ્યાત છે.
હવે આપણે જાણી શકીએ છીએ કે વ્યક્તિની સુંદરતા કેવી રીતે શોધવી.
VR Niti Sejpal