દક્ષિણ આફ્રિકાના એક વિચારકે વર્ષો પેહલા લખ્યું હતું …
” જો તમે કોઇપણ રાષ્ટ્રનું અસ્તિત્વ ખતમ કરી દેવા માંગતા હોય તો અણૂબોંબ કે મીસાઇલ ફેંકવાની જરૂર નથી, પણ એ દેશના શિક્ષણની ગુણવત્તાને ખતમ કરી દો અને વિદ્યાર્થીઓને પાસ થવા માટેના ટૂંકા અને અનૈતિક રસ્તાઓનો ઉપયોગ કરતા કરી દો એટલે એ દેશ આપો આપ ખતમ થઇ જશે કારણ કે…
- આવા ડોકટરોના હાથથી અનેક દર્દીઓ મોતને ભેટશે,
- આવા ઇજનેરોના હાથથી બનેલા અનેક મકાનો અને પૂલો જમીનદોસ્ત થઇ જશે,
- આવા અર્થશાસ્ત્રીઓ અને હીસાબનીશોના હાથથી દેશનું અર્થતંત્ર ખોખલું થઇ જશે અને નાણા વ્યવસ્થા ખોરવાઇ જશે.
- આવા ધર્મગુરુઓના હાથથી માનવતા ઉજાગર થવાને બદલે મરી પરવરશે,
- આવા જજ અને વકીલોના હાથથી ન્યાયનું ગળું ટૂંપાય જશે,
” શિક્ષણનું પતન એ દેશનું પતન છે. ”