આજે આપણે એવા હર્બ વિશે વાત કરીશુ, જે મોટાભાગે જમ્યા પછી શિયાળામાં મુખવાસના રૂપમાં લેવામાં આવતું હોય છે, એટલે કે વરિયાળી વિશે ચર્ચા કરીશુ, તેના અવનવા ફેક્ટસ અને ફાયદા વિશે જોઈશું.
વરિયાળીને દુનિયામાં અલગ અલગ જગ્યા પર અલગ અલગ ઉપયોગ માટે લેવાય છે, જેમકે રોમ અને ગ્રીસમાં તેને તેઓના દરેક ધાર્મિક પ્રસંગોમાં લેવાય છે, જયારે ઇજિપ્ત, ચાઈના વગેરે દેશોમાં વરિયાળીની ચાનો ઉપયોગ ઝેરી જંતુ સામે રક્ષણ મેળવવા માટે પીવામાં આવે છે. માર્કેટમાં તમે વરિયાળીનો પાવડર, તેનું ઓઇલ પણ જોવા મળે છે, તે અનેક ફાયદા ધરાવે છે. તે વિટામિનC, પોટેશિયમ, મેન્ગેનીઝ, આયર્ન, ફોલેટ, ફાઇબર વગેરે વિટામિન ધરાવે છે.
- વરિયાળીનું શરબત મુખ્યત્વે પેટની બળતરા અને એસિડિટીને દૂર કરવા માટે થાય છે, જયારે પેટમાં બળતરા જેવું મહેસૂસ થાય ત્યારે વરિયાળીનું શરબત ઠંડક આપે છે, પેટની ગરમીને દૂર કરવામાં લાભકારક છે.
- તે માસિક ચક્રને લગતી સમસ્યાઓમાં રાહત આપે છે અને હોર્મોન્સનું બેલેન્સ જાળવી રાખે છે અને તે એસ્ટ્રોજન નામના હોર્મોન્સને કાર્યરત રાખે છે. માસિકચક્ર દરમ્યાન શરીરમાં વધતી ગરમીને ઓછી કરે છે.
- તે મોઢાની દુર્ગંધને અટકાવે છે અને તમારા મોને ફ્રેશ રાખે છે. જમ્યા પછી ઈલાયચી અને સાકર સાથે વરિયાળીને ખાવાથી તમારું મોં સાફ રાખે છે, તેમાં રહેલી એન્ટી બેકટેરીઅલ પ્રોપર્ટીના લીધે મોંની દુર્ગંધ દૂર થાય છે. મોંને કીટાણું મુક્ત રાખે છે.
- તે પાચનક્ષમતાને સુધારે છે અને તણાવનું પ્રમાણ પણ ઓછું કરે છે, તેમાં એન્ટી ઑક્સિડેન્ટ તત્વોની હાજરી હોવાથી તે હાર્ટને પણ એકદમ ફિટ રાખે છે. તે પેટમાં રહેલી જીવાતને પણ દૂર કરવામાં મદદ કરે છે.
- ગરમીની સીઝનમાં વરિયાળીનું શરબત ખુબજ ગુણકારી છે, તે શરીરને ઠંડકની સાથે સાથે હાઇડ્રેટ પણ રાખે છે.