શીતળ લહેર, ને શીતળ પવન,
શીતળ મહેર કરે માઁ શીતળા.
શીતળ સ્નાન, ને શીતળ ખાન,
શીતળ મન કરે માઁ શીતળા.
શીતળ શબ્દો, ને શીતળ સાતમ,
શીતળ હૈયું કરે માઁ શીતળા.
શીતળ તન, ને શીતળ ધન,
શીતળ વિચાર કરે માઁ શીતળા.
શીતળ ખાણી, ને શીતળ રહેણી,
શીતળ વાણી કરે માઁ શીતળા.
શીતળ મર્મ, ને શીતળ ધર્મ,
શીતળ કર્મ કરે માઁ શીતળા.
શીતળ લખતાં “ગોહિલ” રટે,
સૌને આશિષ આપે માઁ શીતળા…!
– દિલીપસિંહ ગોહિલ