ભારત અને ઈંગ્લેન્ડ (India Vs England) વચ્ચે ટી-20 સીરીઝ રમાઈ રહી છે. ચોથી ટી-20 મેચમાં ભારતે ઈંગ્લેન્ડને 8 રને હરાવ્યું છે. ભારતે આ મેચ જીતી સીરીઝમાં 2-2ની બરાબરી કરી લીધી છે. મેચ દરમિયાન સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadaav)ની બેટિંગની ખુબ ચર્ચામાં કરવામાં આવી હતી. પરંતુ તે દરમિયાન ઈંગ્લેન્ડના કેપ્ટન (England Captain) ઈયોન મોર્ગન (EoinMorgan) પણ ક્રિકેટ ચાહકોની વચ્ચે એક ચર્ચાનો વિષય બની ગયો છે. મોર્ગન ભારતની બેટિંગ દરમિયાન બે ટોપી પહેરીને ફીલ્ડિંગ ભરતો જોવા મળ્યો હતો.
મોર્ગન ચોથી મેચમાં જ નહીં ત્રીજી ટી-20 મેચમાં પણ બે ટોપી પહેરીને ફીલ્ડિંગ કરતો જોવા મળ્યો હતો. ચાહકો આ જોઈને આશ્ચર્યમાં પડી ગયા કે આખરે મોર્ગન આવું કેમ કરી રહ્યો છે. આ સવાલ દરેકના મનમાં ઉભો થઈ રહ્યો છે મોર્ગન કેમ બે ટોપી પહેરીને કેમ ફીલ્ડિંગ કરી રહ્યો છે.
મોર્ગન આવું કરી રહ્યું છે તેના પાછળ આઈસીસીનો નિયમ છે. કોરોના કાળમાં આઈસીસીના નવા નિયમ મુજબ મેદાન ઉપર ખેલાડીઓ અને અમ્પાયરોને સામાજિક અંતર રાખવા માટે આવું કરવુ પડશે. જેના પગલે કોઈપણ ખેલાડી પોતાની કોઈપણ વસ્તુ જેવી કે ટોપી, ચશ્મા અમ્પાયર અથવા તો સાથી ખેલાડીઓને ન આપી શકાય. તેને પોતાનો સામાન પાસે જ રાખવો પડશે. ખેલાડીઓને પોતાના સામાનનું ધ્યાન પોતે રાખવું પડશે.
નવા નિયમો પગલે બોલર અમ્પાયર અથવા તો સાથી ખેલાડીઓને પોતાની ટોપી નથી આપી શકતા અને તેના કારણે મોર્ગન બે ટોપી પહેરીને ફીલ્ડિંગ કરતો નજરે પડી રહ્યો છે. બે ટોપી પહેરી ફીલ્ડિંગ કરનારા આ મોર્ગન એકલો ખેલાડી નથી. ગયા વર્ષે યૂએઈમાં યોજાયેલ આઈપીએલમાં પણ ઘણી વખત આવી ઘટના જોવા મળી હતી.
પાકિસ્તાન ક્રિકેટના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદી આઈસીસીના આ નિયમને લઈને ગુસ્સે થયો હતો. પાકિસ્તાન સુપર લીગ માં મુસ્તાન સુલ્તાનની તરફથી રમતી વખતે આફ્રિદી પેશાવર જાલ્મીની વિરૂદ્ધ મેચ દરમિયાન જ્યારે તે બોલિંગ કરવા આવ્યો ત્યારે અમ્પાયરે તેની ટોલી લેવાની ના પાડી દીધી હતી ત્યારે તે ગુસ્સે થયો હતો.
VR Sunil Gohil