સામાન્ય દ્રષ્ટિમાં પ્રકાશ આંખોના લેંસથી પસાર થાય છે, જેના કારણે સ્પષ્ટ દ્રશ્ય જોવું સંભવ બને છે. પરંતુ ઉંમરની સાથે પ્રોટીન અને પાણીથી બનેલો લેંસ ક્યારેક-ક્યારેક મોતિયાથી ઢંકાઇ જાય છે, જે ઓક્સિજનના કારણે આંખોમાં પ્રોટીન અને ફેટના પ્રભાવિત થવાના કારણે થઇ શકે છે. તેના પરિણામ સ્વરૂપ લેંસ ક્ષતિગ્રસ્ત અને ધૂંધળો થઇ જાય છે. પ્રકાશ ધુંધળા લેંસથી નીકળી શકતો નથી, જેના કારણે દ્રષ્ટિ ધુંધળી થઇ જાય છે અને સમયની સાથે જેમ જેમ પ્રોટીનની જાળ વધતી જાય છે, પૂર્ણ નેત્રહીનતા આવી જાય છે. આ માટે દ્રષ્ટિમાં થનારા કોઇપણ પરિવર્તન પ્રત્યે સાવધાન રહેવુ જોઇએ અને લક્ષણોની સમય પહેલા જ ઓળખ કરી લેવી જોઇએ. આ લક્ષણોમાં ધુંધળુ વિઝન,ચમક, અભિસારણ દેખાવુ, કોન્ટ્રેસ્ટ ખરાબ દેખાવો અને જોવામાં તકલીફ થવીનો સમાવેશ થાય છે.
મોતિયાના કારણે ઉત્પન્ન નેત્રહીનતાની સારવાર વગેરે સમય પર થઇ જાય, તો આ પૂરી રીતે ઠીક કરી શકાય છે. પરંતુ ભારતમાં નીચે જણાવ્યાં મુજબના કારણો સમસ્યા ઘણી મોટી અને મુશ્કેલ થઇ જાય છેઃ
- ડાયાબિટીસઃ ડાયાબિટીસ આંખના દરેક ટિશ્યૂને પ્રભાવિત કરે છે અને મોતિયો બનવાની ગતિ વધારે છે. તેથી મોતિયાના ઓપરેશન બાદ આંખોમાં ખતરનાક સંક્રમાણનો ખતરો વધી જાય છે. દુનિયામાં ડાયાબિટિસથી પીડિત સૌથી વધુ લોકો ભારતમાં છે, જેનો 2010માં 31.7 મિલિયનની સરખામણીમાં 2030માં વધીને 79.4 મિલિયન થવાનું અનુમાન છે.
- અલ્ટ્રા વાયોલેટ પ્રકાશઃ આપણા ગરમ હવામાનમાં વધુ સમય સુધી તડકામાં રહેવાથી મોતિયો બનવાની અને વધવાની ગતિ પણ વધી જાય છે.
- અજ્ઞાનતાઃ વૃદ્ધોમાં અજ્ઞાનતા કે મોતિયા તથા તેના વધવાથી લઇને ખોટી ધારણાઓ છે. 60 વર્ષથી વધુ ઉંમરના મોટાભાગના લોકો મોતિયાને ગંભીર બીમારી માનતા નથી અને આશ્ચર્યજનક વાત તો એ છે કે ઘણાં લોકોનું માનવું છે કે આ સમયની સાથે ઠીક થઇ જાય છે. જાણકારીના અભાવના કારણે આંખોની તકલીફ થઇ શકે છે અને જો તેની યોગ્ય સમય પર સારવાર ન કરવામાં આવે તો નેત્રહીનતા પણ થઇ શકે છે.
- યુવા આયુઃ ભારતમાં યૂરોપ કે અમેરિકાની સરખામણીમાં વધુ યુવા ઉંમરમાં મોતિયાબિંદ થઇ શકે છે. અમેરિકન કે યૂરોપિયનની સરખામણીમાં એક ભારતીય સરેરાશ 14 વર્ષ પહેલા જ મોતિયાનો શિકાર થઇ શકે છે.
- ખરાબ આહારઃ ભારતીયોના આહારમાં કાર્બોહાઇડ્રેટ તથા શાકાહારી પ્રોટીન ખૂબ જ વધુ હોય છે, જ્યારે તેઓ ફળ અને શાકભાજી સરેરાશ ઓછી ખાય છે. શાકભાજી અને ફળોમાં એંટીઓક્સીડેંટ વિટામીન તથા ફાઈટોકેમિકલ્સ તથા વિટામીન એ, સી તથા ઇ, લ્યુટીન અને જિયાક્સેથિન વધુ હોય છે, જે મોતિયાના જોખમને ઓછું કરે છે.
- ઓફ્થેલ્મોલોજિસ્ટ્સની ઉણપઃ આ સંકટના મુખ્ય કારણોમાંથી એક ઓફ્થેલ્મોલોજિસ્ટોની ઉણપ છે. ભારતમાં અનુમાનિત 15,000 ઓફ્થોલ્મોજિસ્ટ છે, જે દર 20,000ની વસ્તી દીઠ 1 ઓફ્થોલ્મોલોજિસ્ટના વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના શિસ્તબદ્ધ ગુણોત્તરની સરખામણીમાં ખૂબ જ ઓછો છે.