સીમાં અશોકનાં હસમુખા ચહેરાને રડતી આંખે જોતી જ રહી અને વિચારતી રહી,આ એ જ અશોક છે,જેને મેં હમેશાં થોડૉ ઓછો લાગણીશીલ,મારી ઓછી પરવા કરવાંવાળૉ,તૈયાર થઇને જ્યારે પણ પુછુ ત્યારે અછડતી નજર નાખીને એક જ વાક્ય કહેતો,તું સીમા અશોક અમીન,આ દુનિયાની સૌથી ખૂબસૂરત સ્ત્રી છે..
છ મહિનાં પહેલા એક કાર અકસ્માતમાં પોતાનાં બંને પગને પેરેલિસિસનાં એટેકથી ગુમાવી દેનાર અશોકને આજે સીમાં વળગીને ઘ્રુસકે ઘ્રુસકે રડીને કહેતી હતી,”અશોક,તે કેમ માની લીધું કે હું તને છોડીને વૈભવ સાથે બીજા લગ્ન કરી લઇશ?”
સીમા…..,મે મારી હાલત જોઇને તને સાચી સલાહ આપી છે..મારી સેવાં માટે તો હું ઇન્ડીયાથી ફૂલ ટાઇમ નર્સ અને મારી દેખભાળ કરવાં માટે એક કેરટેકર લેડી બોલાવી લઇશ..તારી હજી આખી જિંદગી પડી છે.હું તને કોઇ પણ પ્રકારનું સુખ આપવાં સક્ષમ નથી.સીમાં વૈભવ તારો પ્રેમ છે હું તારો પ્રથમ પ્રેમ નથી.આખી દુનિયા જાણે છે કે કોઇ પણ વ્યકિત પોતાનાંપ્રથમ પ્રેમ જિંદગીનાં છેલ્લા શ્વાસ સુધી ભૂલી શકતો નથી.”
અશોક આટલું બોલ્યો અને સીમાએ એનાં મોઢા પર પોતાનો હાથ રાખીને કહ્યુ,”
“મારા સમ છે અશોક,હવે એક પણ શબ્દ આગળ બોલ્યો તો!તું પણ જાણે છે કે ડોકટરોનું કહેવું છે એક કે બે વર્ષમાં તારી રીકવરી થઇ શકે છે.”
અશોકને વળગીને આંખો બંધ કરીને સીમા છેલ્લા છ મહિનાની ધટનાને વાગોળવાં માંડી.
વૈભવ,એની સાથે પહેલા ધોરણથી છેક કોલેજનાં છેલ્લા વર્ષ સુધી ભણ્યો હતો.બાળપળથી કોલેજ સુધી પહોચતાં બંને વચ્ચે લાગણીનાં પ્રેમનાં અંકુર ફૂટી નીકળ્યા હતાં.
બહું ઓછું બોલનારી અને સાલસ સ્વભાવની સીમાં એનાં પિતાની પંસદગી અશોક સાથે લગ્ન કરવાં મજબૂર બની ગઇ..
એ વાતને આજે વીસ વર્ષ વિતિ ગયા.છ મહિનાં અશોકને અકસ્માત થયો અને એ જ અરસામાં સીમાં જે કાર મેન્યુફેકચરીગ કંપનીનાં એડમિસ્ટ્રેસન ડીપાર્ટમેન્ટની મેનેજર હતી એ કંપનીને એક ભારતિય ગુજરાતી ઉધોગપતિએ ખરીદી લેતા સીમાનાં બોસ તરીકે વૈભવ મહેતાની વરણી થતાં એ ભારતથી બેકર સ્ટ્રીટની સીમાની ઓફિસમાં આવ્યો.
સીમાના પતિ સાથે બનેલી ઘટના વિશે વૈભવ સાથે વાત થઇ.એ દરમિયાન અશોક અને કંપનીની જોબની સંભાળવામાં જે રીતે માનસિક થાકી જતી,એવા સમયે વૈભવે એને માનસિક સધીયારો આપ્યો.વાતમાં વાતમાં સીમાને એ પણ જાણવા મળ્યુ કે વૈભવ હજુ સુધી લગ્ન નહોતા કર્યા.સીમાએ એનું કારણ પુછ્યુ તો એનાં નફીકરા સ્વભાવ મૂજબ ઉત્તર મળ્યો કે,”સીમાને મારા જેવા લાખો વૈભવ મળી જશે…પણ વૈભવની તો એક જ સીમા હતી.હું બધી છોકરીમાં સીમાને શોધું તો મને ક્યાંથી મારી સીમા મળી શકવાની હતી.”
ત્યારે તો સીમાએ કોઇ પ્રત્યુતર ના આપી શ,પણ પોતાની કેબિનમાં આવીને એ ઘ્રુસકે ઘ્રુસકે રડવા લાગી.
આ ધટનાં પછી સીમાને વૈભવ માટે માન વધી ગયુ.સાથે સાથે એ પોતે અશોકની પરણેતર છે એનું ભાન દરેક વખતે વૈભવને કરાવતી રહી.
એક દિવસ સાંજે સીમાં ઓફિસેથી ધરે આવી ત્યારે અશોકે એને પોતાની પાસે બોલાવી અને પ્રેમથી કહ્યુ કે,”તું વૈભવ સાથે લગ્ન કરી લે.”
ત્યારે સીમાએ માત્ર એટલું જ કહ્યું કે,”હું ભલે લંડનમાં રહેતી હોંઉ પણ મારામાં હજું પણ એ જ ગુજરાતની સીમાં જીવે છે.કોઇ પણ સંજોગે હું એક ભવમાં બે ભવ કરવાં ઇચ્છતી નથી.”
ત્યારે અશોકે વધું દબાણ ના કર્યુ,પણ સીમા વિચારમાં પડી ગઇ કે અશોકને મારા અને વૈભવનાં જુનાં પ્રેમ સંબંધ વિશે કઇ રીતે જાણ થઇ હશે?એટલે અશોકને જમાડ્યા બાદ એને તુરત જ અશોકને પુછ્યુ કે મારા અને વૈભવનાં યુવાનીનાં પ્રેમ સંબધની જાણ કંઇ રીતે થઇ?”
ત્યારે અશોકે માત્ર એટલું જ કહ્યું,હું મારી પત્નીની આંખમાં ભૂતકાળ નહી ભવિષ્ય જોવા માંગુ છુ…અને આજે મને લાગ્યુ કે તારૂં ભવિષ્ય પણ એક સાચાં પ્રેમી તરીકે ઉજળું જોવાં માંગુ છુ.માટે તું વૈભવ સાથે લગ્ન કરી લે.”
સીમાંએ માત્ર એટલું જ કહ્યુ,હું અશોકની આંખોમાં મારું ભવિષ્ય જોંઉ છુ.”
અચાનક જાણે તંદ્રામાંથી સીમા જાગી હોય અને મક્કમ થઇને અશોકને જવાબ આપ્યો,
“માય ડીયર હસબંડ અશોક અમીન સાહેબ,પ્રેમ પહેલો હોય કે બીજો હોય કે ત્રીજો હોય…..કોઇ પણ પ્રેમી માટે એ મહત્વનું નથી,પણ જે પ્રેમ સાચો હોય એ જ મહત્વનું છે..”
બીજે દિવસે સીમાં પોતાનું રાજીનામું વૈભવનાં હાથમાં સોપતાં કહે છે,”વૈભવ,
હું મારા પતિની સંભાળ અને કંપની જોબ બંને એક સાથે સંભાળી શકું એમ નથી,માટે હું રાજીનામું આપું છુ.”
વૈભવનાં હાથમાં રાજીનામું આપીને સીમાં રવાનાં થાય છે…ત્યારે સીમાંનાં મનમાં એક જ વિચાર આવ્યો.મારા બંને પ્રેમ સાચા છે…પણ જરૂરયાત હોય ત્યારે જ સાથ છોડી દેવો…..એ પ્રેમ સાચો ક્યાંથી હોઇ શકે?
– નરેશ કે.ડૉડીયા