ન જાણે કેમ અચકાયા હશો બસ અમ સુધી આવો,
અહીં બસ પુષ્પ છે તો આપ પણ સોડમ સુધી આવો.
નથી કોઇ મને પણ રાગ કે સંગીત ની આશા,
હવે બસ, સૂર નીકેડી થકી સરગમ સુધી આવો.
થશે એકાદ વેળા એ તમારો સામનો અમને,
રહો છો આપ સપનામાં હવે હરદમ સુધી આવો.
લખી મેં વારતા અવિરત પણે શબ્દો થકી આખી,
તમે ત્યાં ભાવને લાવી જરા મોઘમ સુધી આવો,
કરે છે ફૂલ વાતો આજ ડાળે એકલા બેઠા,
નવી ખુશ્બૂ બનીને બાગમાં ફોરમ સુધી આવી,
હૃદયમાં વાગશે પડઘમ હવે તો પ્રેમના થોડા,
ઝરુખે રાહ જોતી આંખ છે લઘુતમ સુધી આવો.
દિવાલો, છત ચુવે છે તે છતાં ઘર તો હજુ બનશે,
અપાશે સાથ મારો એટલા અભિગમ સુધી આવો.
– આરતી યુ જોષી