સ્ત્રી તારું હોવું આ જગતમાં ખૂબ જરૂરી છે
સુંદરતા નહીં હોય તો પણ નિર્મળ હોવું જરૂરી છે
મૃદુતા, કોમળતા, શીતળતા, ઋજુતા તો છે
પણ તારી આંખોમાં તેજ હોવું જરૂરી છે
બીજા પાસે માનની અપેક્ષા ભલે ના હોય
પણ પોતાના માટે સન્માન હોવું જરૂરી છે
મૌન રહી સહન કરવું એ તારો ગુણ છે
પણ ક્યારેક ખોટા સામે અવાજ જરૂરી છે
બીજા માટે સપના ભૂલી સમાધાન ભલે તું કરે
પણ પોતાના માટે જીવી લેવું એ જરૂરી છે..!!
હેમાદ્રિ પુરોહિત